Not Set/  ડ્રેગન જીનેટિક એન્જિનિયરિંગથી સૈનિકોને વધુ મજબૂત બનાવી રહ્યું છે, અમેરિકા પણ ચિંતિત

આવનારા સમયમાં જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા ચીન તેની સેનાને વધુ શક્તિશાળી બનાવશે, જે અમેરિકા સહીત દુનિયા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

Top Stories World

આગામી સમયમાં ચીન વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે વિવિધ પ્રકારની નકારાત્મક પ્રવૃતિઓ કરવામાં વ્યસ્ત છે. હવે તે પોતાના સૈનિકોને શક્તિશાળી બનાવવા માટે એવું કામ કરી રહ્યું છે જેના વિશે તમે કયારેય વિચાર્યું પણ નહિ હોય. હકીકતમાં, ચીન તેના સૈનિકોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સગર્ભા સ્ત્રીઓના આનુવંશિક ડેટાનો ગુપ્ત રીતે અભ્યાસ કરી રહ્યું છે. યુ.એસ. સલાહકાર જૂથે આ માહિતી આપી છે. અને રાષ્ટ્રપતિ જો બિડેન ને સાવચેત કર્યા છે. અમેરિકન સલાહકારો કહે છે કે આવનારા સમયમાં જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા ચીન તેની સેનાને વધુ શક્તિશાળી બનાવશે, જે અમેરિકા સહીત દુનિયા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

લાખો સગર્ભા સ્ત્રીઓનો ડેટા ચોરી કરવાનો આરોપ છે

રિપોર્ટ અનુસાર, ચીની કંપની બીજીઆઇ ગ્રૂપે અત્યાર સુધીમાં 8 મિલિયન ચીની મહિલાઓના ડેટા ગેરકાયદેસર રીતે એકત્રિત કર્યા છે. ખરેખર, આ કંપની ચાઇના સહિત સમગ્ર વિશ્વમાં સગર્ભા સ્ત્રીઓના પ્રિનેટલ ટેસ્ટ કરવા માટે પ્રખ્યાત છે. આ પરીક્ષણમાં, તે જાણવા મળે છે કે ભ્રૂણમાં કોઈ આનુવંશિક ખામી છે કે કેમ. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તપાસના બહાને બીજીઆઈ જૂથે મોટી સંખ્યામાં સગર્ભા સ્ત્રીઓનો જનીન ડેટા એકત્રિત કર્યો છે. ચોરેલા ડેટામાં સ્ત્રીની ઉંમર, વજન, ઊંચાઈ અને જન્મ સ્થળ વિશેની માહિતી શામેલ છે. આ આધારે, તેઓ Artificial Intelligence દ્વારા એવા માનવ ગુનો વિષે સંશોધન કરી રહ્યા છે જેના દ્વારા ભવિષ્યમાં ઉત્પન્ન થતી નવી પેઢીના શારીરિક ગુણોમાં ફેરબદલ કરી શકાય. આમ પણ ડ્રેગન ફળો અને શાકભાજીમાં આ પરિવર્તન કરી ચુક્યું છે. તે જગજાહેર છે.

ચીની સૈનિકો આનુવંશિક રીતે મજબૂત બનશે

યુ.એસ. સરકારના સલાહકારોએ અહેવાલમાં જણાવ્યું છે કે ચીન તેના સૈનિકોને આનુવંશિક ધોરણે અપગ્રેડ કરવા માટે આ કરી રહ્યું છે. આ એવા સૈનિકો હોઈ શકે છે જેમને બહુ ઉંચાઈ વાળા વિસ્તારમાં તૈનાત કરવામાં આવે ત્યારે સાંભળવાની કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ જોવા નહિ મળે. જિનોમિક ડેટાની પહોંચ દ્વારા ચીન આર્થિક અને સૈન્ય લાભ પણ મેળવી શકશે. આ સિવાય સલાહકારોને પણ લાગે છે કે આ ડેટાના માધ્યમથી ચાઇના ફાર્મા ક્ષેત્રે વૈશ્વિક વર્ચસ્વ બનાવીને અથવા ખાદ્ય પુરવઠાને લક્ષ્ય બનાવીને યુએસ માટે નવી પડકારો ઉભી કરી શકે છે.