Junagadh News/ મૃગીકુંડ સ્નાન વિવાદ વધુ ગરમાયો, કિર્તી પટેલે ઈન્દ્રભારતી બાપુ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

જૂનાગઢના ભવનાથ મૃગીકુંડમાં સ્નાન વિવાદ વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલે (Kirti Patel) હવે સીધું ઈન્દ્રભારતી બાપુ અને સાધુ સમાજ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેના નિવેદન બાદ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Kirti Patel

Junagadh News: સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલ (Kirti Patel) ફરી એકવાર ચર્ચામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે મૃગીકુંડમાં સ્નાનના મુદ્દે થયેલા વિવાદ બાદ હવે મામલો વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે. તેને સીધા સાધુ-સંતો પર, ખાસ કરીને ઈન્દ્રભારતી બાપુ પર આક્ષેપો લગાવ્યા છે, જેના કારણે સાધુ સમાજ અને સમર્થકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

Kirti Patel
 Kirti Patel

“હવે ચૂપ નહીં રહું, સત્ય દુનિયા સામે લાવીશ”

સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે તે ભગવા વસ્ત્રો અને સાધુતાની પરંપરાનો સન્માન કરે છે, પરંતુ કેટલીક હકીકતો લોકો સમક્ષ આવવી જરૂરી છે. તેણે દાવો કર્યો છે કે ભગવા પાછળની વાસ્તવિકતા તે સારી રીતે જાણે છે અને યોગ્ય સમયે પુરાવા સાથે ખુલાસો કરશે.

Kirti Patel
 Kirti Patel

પક્ષપાતનો ગંભીર આરોપ

મૃગીકુંડ સ્નાન મામલે પોતાની સામે લેવામાં આવેલી કાર્યવાહીથી નારાજ કિર્તીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે માત્ર તેને જ કેમ બહાર કાઢવામાં આવી? અન્ય શિષ્યો સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? તેણે નિયમોના અમલમાં પક્ષપાત થતો હોવાનો આરોપ લગાવ્યો છે અને આ લડાઈને પોતાના સ્વાભિમાનની લડાઈ ગણાવી છે.

કિર્તી પટેલે પોતાના નિવેદનમાં બાપુના કેટલાક શિષ્યો સામે પણ કડક શબ્દો વાપર્યા છે અને દાવો કર્યો છે કે તે જે કહે છે તેની પાછળ પુરાવા છે. તેના આ નિવેદન બાદ સમગ્ર વિવાદ વધુ તીવ્ર બનતો દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે મૃગીકુંડમાં પ્રતિબંધ હોવા છતાં સ્નાન કરવાના મુદ્દે પોલીસ ફરિયાદ અને સાધુઓની નારાજગી વચ્ચે કિર્તી પટેલના આક્ષેપોએ મામલાને વધુ ગરમાવી દીધો છે. હવે તે કયા પ્રકારના પુરાવા રજૂ કરે છે તેની પર તમામની નજર છે.

કિર્તી પટેલ (Kirti Patel) સામે નોંધાઈ ફરિયાદ

જૂનાગઢના ભવનાથ ખાતે મૃગીકુંડમાં કિર્તી પટેલના સ્નાન કરવા બાબતે હવે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સરકારી અધિકારીની ફરજમાં રુકાવટ અને ઉદ્ધતાઈથી વર્તન કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શિવરાત્રીના દિવસે કિર્તીએ સ્નાન કર્યું હતુ જેને લઈને વિવાદ થયો હતો. કિર્તીએ બાદમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ડાયરામાં પૈસા ઉડાડી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.


આ પણ વાંચો:અમરેલીના ગરણી ગામ ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, રસોડું તૂટી પડ્યું

આ પણ વાંચો:ગાંધીનગરમાં અકસ્માત : રિક્ષા નદીમાં ખાબકતા ચાલકનું મોત

આ પણ વાંચો:ગુજરાતમાં SIR બાદ અંતિમ મતદારયાદી જાહેર, 4.40 કરોડ મતદારો નોંધાયૉ