Ahmedabad News/ કુખ્યાત આરોપી બિરજૂ સલ્લાની કરોડોની ઠગાઈના કેસમાં ધરપકડ

મહારાષ્ટ્રમાં પોન્ઝી કૌભાંડમાં તે વોન્ટેડ છે

Gujarat Ahmedabad

Ahmedabad News : કરોડોની ઠગાઈના કેસમાં વોન્ટેડ બિરજુ સલ્લાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જેમાં બિરજુ સલ્લાને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદની હોટલ માંથી ઉઠાવ્યો હતો. બિરજુ  સલ્લા મહારાષ્ટ્રમાં પોન્ઝી કૌભાંડમાં વોન્ટેડ છેબિરજુ એ અગાઉ વિમાન હાઈજેક કરવાની ચિઠ્ઠી લખી હતી તેણે ઓક્ટોબર 2017માં મુંબઇ-દિલ્હી ફ્લાઇટને હાઇજેક કરવા ચિઠ્ઠી લખી હતી. ઉદ્યોગપતિ બિરજુ સલ્લાએ નિમાનના ટઈલેટમાં હાઈજેકની ધમકીની ચિઠ્ઠી મુકી હતી.

બાદમાં હાઈજેકની ચિઠ્ઠી મળતા વિમાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ક્રાઈમ બ્રાન્ચ ખાતે બિરજુ સલ્લાની પૂછપરછ હાથ ધરવામાંઆવી છે. તેણે દિલ્હીની એરલાઇનમાં કામ કરતી તેની પ્રેમિકાને ડરાવવા માટે ચિઠ્ઠી લખી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં પ્રેમિકા મુંબઇ શિફ્ટ થઇ જતા નારાજ બિરજુ સલ્લાએ તરકટ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

ધમકીના પગલે અગાઉ બિરજુની  ધરપકડ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર 119 પેસેન્જરના જીવને જોખમમાં મુકવાના કેસમાં તેની ધરપકડ કરવામાંઆવી હતી.  આરોપી બિરજુને આજીવન કેદની અને 5 કરોડ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.જોકે બાદમાં બિરજુ સલ્લાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સચિવાલય કેમ્પસ સાકાર કરશે

આ પણ વાંચો:રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી

આ પણ વાંચો:સિદ્ધપુરમાં પાલિકાની માલિકીની જર્જરિત અને જોખમી ઈમારતો