gujrat news/ આગામી 8 દિવસ આકાશમાં જોવા મળશે 2 સ્પેસ સ્ટેશન, નરી આંખે દેખાશે આ અદભૂત નજારો

આગામી 18 એપ્રિલ સુધી ગુજરાતના આકાશમાં એકસાથે બે Space Stations જોવા મળશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ટી. સ્પેસ સ્ટેશનને નરી આંખે જોવાની આ એક દુર્લભ તક છે. જાણો કઈ દિશામાં અને કયા સમયે દેખાશે.

Gujarat Top Stories Others
Space Stations

Astronomy News Summary: જો તમે આકાશમાં તારા અને ગ્રહો જોવામાં રસ ધરાવતા હોવ, તો આગામી 8 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે. ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના આકાશમાં એકસાથે બે સ્પેસ સ્ટેશન – ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS-Space Stations) અને ચીની સ્પેસ સ્ટેશન (Tiangong) જોવા મળવાના છે. આ એક અત્યંત દુર્લભ ઘટના છે જેનો લાભ કોઈપણ સાધન વગર, માત્ર નરી આંખે મેળવી શકાશે.

શું છે આ ખાસ ઘટના?

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને લોક વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, આગામી 18 એપ્રિલ સુધી આઠ દિવસ સુધી આ નજારો જોવા મળશે.

બે સ્પેસ સ્ટેશન: આકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (Space Stations) અને ટી. સ્પેસ સ્ટેશન (Tiangong) બંને એકસાથે જોવા મળશે.

રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ: એક જ સમયે બંને સ્પેસ સ્ટેશન (Space Stations) આકાશમાં દેખાય તે ખગોળશાસ્ત્રમાં ખૂબ જ દુર્લભ ગણાય છે.

ક્યારે અને કઈ દિશામાં જોવા મળશે?

સમય: આગામી 18 એપ્રિલ સુધી દરરોજ સાંજના સમયે આ નજારો માણી શકાશે.

દિશા: આકાશમાં પશ્ચિમથી પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશા તરફ તેજસ્વી પ્રકાશ તરીકે તે દેખાશે.

દેખાવ: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ખૂબ જ તેજસ્વી પ્રકાશિત પદાર્થ તરીકે 4 થી 6 મિનિટ માટે દેખાશે. તે આકાશમાં સૌથી વધુ ગતિથી ચાલતો પ્રકાશનો લીટો દેખાશે.

બીજું સ્ટેશન: બીજી તરફ, ટી. સ્પેસ સ્ટેશન સવાર અથવા સાંજના સમયે થોડું ઝાંખું દેખાશે, પરંતુ તે પણ નરી આંખે જોઈ શકાશે.

Space Stations નિરીક્ષણ માટેની ખાસ ટિપ્સ:

સ્થળ: આ નજારો જોવા માટે કોઈ દૂરબીન કે ટેલિસ્કોપની જરૂર નથી. તમારી ઘરની અગાશી કે કોઈ ખુલ્લી જગ્યા પરથી તેને જોઈ શકાય છે.

પ્રદૂષણ: ઓછા પ્રકાશ અને પ્રદૂષણવાળી જગ્યાએથી આ બંને સ્પેસ સ્ટેશન (Space Stations )વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

સતત ધ્યાન: આકાશ તરફ 4 થી 6 મિનિટ સુધી સતત ધ્યાન રાખવાથી તેજ ગતિએ જતો પદાર્થ તમારી નજરે ચડશે.

આગામી 8 દિવસ સુધી આ અનોખા અવસરનો લાભ લેવા માટે ખગોળ રસિકોમાં  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચોઃ  ગુજરાતના આ શહેરોમાં આજે રાત્રે નરી આંખે જોઈ શકાશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, જાણી લો સમય

આ પણ વાંચોઃ  ગુજરાત ‘સ્પેસટેક પોલિસી’ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું, અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે મળશે નવી ઉડાન

આ પણ વાંચોઃ ગુજરાત સ્પેસ ટેક સેક્ટરમાં અગ્રણી બનવાના દિશામાં આગળ, PDEU ખાતે સફળ Round Table યોજાઈ