Gandhinagar News/ ગુજરાત સ્પેસ ટેક સેક્ટરમાં અગ્રણી બનવાના દિશામાં આગળ, PDEU ખાતે સફળ Round Table યોજાઈ

રાજ્યની SpaceTechને વેગ આપનારા છ મહત્વનાં MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા : મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે દેશની 8 કંપનીની B2G બેઠકો યોજાઈ

Top Stories Gandhinagar Gujarat
SpaceTech

Gandhinagar News :ભારતના વિકસતા અવકાશ અર્થતંત્રમાં અગ્રણી બનવાની રાજ્યની મહત્વાકાંક્ષામાં એક મહત્વપૂર્ણ કદમરૂપે ” ગુજરાત સ્પેસટેક (SpaceTech)રાઉન્ડ ટેબલ” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના PDEU ના બોર્ડ રૂમમાં યોજાયેલી આ ઇવેન્ટમાં વ્યૂહાત્મક ચર્ચાઓ અને સહયોગી પહેલ માટે મુખ્ય સરકારી અધિકારીઓ, અગ્રણી અવકાશ ટેકનોલોજી (SpaceTech) નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકો એકઠા થયા હતા.

 વડાપ્રધાનની લીડરશીપમાં ઇન્ડિયા બદલાઇ રહ્યું છે,આજે અધિકારીઓ સામેથી ફોલોઅપ લે છે. આ ન્યૂ ઇન્ડિયા છે.

ગોળમેજની શરૂઆત અનૌપચારિક નેટવર્કિંગ સત્ર સાથે થઈ હતી. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM)ના મિશન ડાયરેક્ટર, નેહા કુમારી (IAS)એ ગુજરાતની વ્યાપક સ્પેસ ટેક. (SpaceTech)પહેલ અને ભારતના સ્પેસ સેક્ટરમાં યોગદાન આપવાની  વિઝનરી ભૂમિકા રજૂ કરીને સત્રનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં SAC ISROના ડી. કે. પટેલ (Head, DWD/MRG/EPSA) અને IN-SPACe ના  ટેકનિકલ ડિરેક્ટર રાજીવ જ્યોતિએ રાષ્ટ્રીય અવકાશ ઉન્નતિ અંગે મહત્ત્વનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.

SpaceTech
SpaceTech

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી (IAS) એ વિશેષ સંબોધનમાં સ્પેસ સેક્ટરમાં વૃદ્ધિ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટની રૂપરેખા આપી હતી.

મંત્રી મોઢવાડિયાએ તેમના વિશેષ સંબોધનમાં સ્પેસ ટેકનોલોજી (SpaceTech)માં ઇનોવેશન અને વિકાસને સમર્થન આપવા માટે ગુજરાતના સમર્પણનો પુનરોચ્ચાર કર્યો હતો.

ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) વિશે ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) એ ગુજરાત સરકારની એક વ્યૂહાત્મક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, અને સ્પેસટેક મેન્યુફેક્ચરિંગ માટે વિશ્વસ્તરીય ઇકોસિસ્ટમ બનાવવાનો છે.

SpaceTech
SpaceTech

GSEM એ ગુજરાતને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન (ESDM), સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, અને સ્પેસટેક નવીનતા માટે અગ્રણી રાષ્ટ્રીય હબ તરીકે સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મિશન દ્વારા, રાજ્ય વૈશ્વિક રોકાણો આકર્ષવા, અદ્યતન સંશોધનને પ્રોત્સાહન આપવા અને અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને સક્ષમ કરવા માંગે છે, જે ભારતના તકનિકી વિકાસને વેગ આપશે.

મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે,મજબૂત પોલિસી ફ્રેમવર્ક, ઉદ્યોગ ભાગીદારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સાથે, GSEM ગુજરાતના ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર લેન્ડસ્કેપમાં વ્યવસાયો, ઇનોવેટર્સ અને રોકાણકારોને ખીલવા માટે તકો પૂરી પાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.વડાપ્રધાનની લીડરશીપમાં ઇન્ડિયા બદલાઇ રહ્યું છે.

SpaceTech
SpaceTech

દેશમાં પહેલા અધિકારીઓ ઓફિસ અવર્સ પછી ફોનનો જવાબ નહોતા આપતા.આજે માત્ર ૧૦ મિનિટમાં રાત્રે જવાબ મળી જાય છે. અધિકારીઓ સામેથી ફોલોઅપ લે છે. આ ન્યૂ ઇન્ડિયા છે.

આ ઇવેન્ટમાં ઉદ્યોગ ક્રિયાપ્રતિક્રિયામાં કંપનીઓના પરિચય અને ઓપન-હાઉસ ચર્ચાઓ દ્વારા ઉદ્યોગના હિતધારકો અને સરકારી સંસ્થાઓ વચ્ચે સીધો સંવાદ થયો હતો.

ગુજરાતના  વિજ્ઞાન અને ટેકનોલોજી, વન અને પર્યાવરણ, મંત્રી અર્જુન મોઢવાડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં, ગુજરાત સરકારે ઑપ્ટિમાઇઝ્ડ સોલ્યુશન્સ, કેટેલિક્સ, પિયરસાઇટ સ્પેસ, સ્પેન્ટ્રિક, સેટલિયો લેબ, અને ઓર્બિટ સ્પેસ જેવી છે. અગ્રણી SpaceTech કંપનીઓ સાથે સમજૂતી પત્ર (MoUs) પર હસ્તાક્ષર કર્યા હતા. જે મજબૂત સ્પેસટેક ઇકોસિસ્ટમ માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નેહા કુમારીએ કાર્યક્રમના મુખ્ય નિષ્કર્ષો અને ભાવિ સહયોગ માટેના આગામી પગલાંઓની સમજૂતી સાથે ગોળમેજ નું સમાપન કર્યું હતું.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષ પદે – હાઈ ઈમ્પેક્ટ બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (B2G) બેઠક  યોજાઈ હતી. આ બેઠકે ઉદ્યોગ જગતના નેતાઓ અને રાજ્ય સરકાર વચ્ચે ગુજરાતના સ્પેસ સેક્ટર માટેના વ્યૂહાત્મક વિઝનને અમલમાં મૂકવા માટે ઊંડા જોડાણનું મંચ પૂરું પાડ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ PM મોદીની લખનઉ મુલાકાતે,અટલ બિહારી વાજપેયી સ્મૃતિસ્થળ અને 65 ફૂટ પ્રતિમાનું ભવ્ય અનાવરણ

આ પણ વાંચોઃ પત્નીને ઘર ખર્ચનો હિસાબ રાખવા કહેવું ક્રૂરતા નથી,સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચોઃરાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત, બેઠક અને અનેક સોદાઓ પર હસ્તાક્ષર કરાશે