America News: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે (Trump) રવિવાર સવારે ઈરાન સામે મોટી લશ્કરી સફળતા મળ્યાનો દાવો કર્યો છે. તેમના કહેવા મુજબ, તેહરાનનું નૌકાદળ, રડાર સિસ્ટમ અને વાયુસેના સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈરાનના અનેક મહત્વના નેતાઓ પણ મોતને ભેટ્યા છે, જેના કારણે દેશની સૈન્ય શક્તિ ભારે રીતે કમજોર બની ગઈ છે.
ટ્રમ્પે તીખા શબ્દોમાં કહ્યું કે હવે ઈરાન પાસે નૌકાદળ, રડાર કે વાયુસેના કંઈ પણ બાકી નથી. વર્ષોથી સત્તામાં રહેલા તેમના નેતાઓ હવે સમાપ્ત થઈ ગયા છે.
આ નિવેદન તેમણે એવા અહેવાલોના જવાબમાં આપ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીન ઈરાનને શસ્ત્રો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે ચીનને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાનને શસ્ત્ર સપોર્ટ આપવામાં આવશે, તો તેનો ગંભીર પરિણામ ભોગવવું પડશે.

ઇસ્લામાબાદમાં યુએસ-ઈરાન વાટાઘાટો પર ટ્રમ્પ (Trump) નું મોટું નિવેદન
ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાના પ્રથમ ચરણ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે બંને પક્ષો ઘણા કલાકોથી ચર્ચામાં વ્યસ્ત છે અને હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અંતે શું પરિણામ આવશે તે જોવાનું રહ્યું, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં અમેરિકા પોતાને જીતની સ્થિતિમાં માને છે.
ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ભલે બંને દેશો વચ્ચે કોઈ સત્તાવાર કરાર થાય કે ન થાય, અમેરિકા માટે જીત પહેલેથી જ નિશ્ચિત ગણાય છે.
તેમજ ટ્રમ્પે દાવો કર્યો કે હોર્મુઝ જળસંધિ પર અમેરિકન નૌસેનાનું સંપૂર્ણ પ્રભુત્વ છે અને ત્યાંથી મોટા તેલ-ગેસના ટેન્કરો સરળતાથી આવન-જાવન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કરાર થાય કે ન થાય, અમેરિકાને પહેલેથી જ જીત મળી ગઈ છે. સાથે જ તેમણે નાટો તરફથી કોઈ સહાય ન મળ્યાની પણ વાત ઉઠાવી.
ઈરાની સંપત્તિ અંગેના પ્રશ્નોનો પર શું કહ્યું ટ્રપે
એક ઇન્ટર્યુ દ્વારા પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ઈરાની સંપત્તિઓ મુક્ત કરશે, ત્યારે ટ્રમ્પે કહ્યું, “આપણે જોઈશું કે શું થાય છે. અમે ઈરાન સાથે તીવ્ર વાટાઘાટો કરી રહ્યા છીએ. અમે જીતીશું.”
આ પણ વાંચો : ઈરાનની અમેરિકાને છેલ્લી ચેતવણી! ‘ઈઝરાયલના ઈશારે ચાલશો તો ડીલ નહીં થાય
