World News/ ઈરાનની અમેરિકાને છેલ્લી ચેતવણી! ‘ઈઝરાયલના ઈશારે ચાલશો તો ડીલ નહીં થાય

ઈસ્લામાબાદમાં America અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા શરૂ થઈ ગઈ છે. ઈરાને સ્પષ્ટ શરત મૂકી છે કે જો અમેરિકા ઈઝરાયલના દબાણમાં આવશે તો કોઈ ડીલ થશે નહીં. જાણો જેડી વેન્સ અને જેરેડ કુશનરની હાજરીમાં શું રણનીતિ ઘડાઈ રહી છે.

Top Stories World
America

US-Iran Peace Talks Summary: મધ્ય-પૂર્વના યુદ્ધને રોકવા માટે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક મંત્રણાનો આરંભ થઈ ગયો છે. જોકે, વાતચીતના ટેબલ પર બેસતા પહેલા જ ઈરાને અત્યંત આક્રમક વલણ અપનાવતા અમેરિકા સામે ‘અમેરિકા ફર્સ્ટ’ કે ‘ઈઝરાયલ ફર્સ્ટ’ની શરત મૂકી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મધ્યસ્થીમાં યોજાઈ રહેલી આ બેઠક પર આખી દુનિયાની નજર છે, કારણ કે આગામી 48 કલાક નક્કી કરશે કે દુનિયા શાંતિ તરફ જશે કે વિનાશક યુદ્ધ તરફ.

ઈરાનની Americaને સીધી ચેતવણી

ઈરાનના ઉપરાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ રઝા આરેફે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ કહ્યું છે કે:

શરત: જો અમેરિકી (America) પ્રતિનિધિઓ ‘અમેરિકા ફર્સ્ટ’ (પોતાના દેશના હિત) ને પ્રાધાન્ય આપશે તો જ સમજૂતી શક્ય છે.

ઈન્કાર: જો અમેરિકા ‘ઈઝરાયલ ફર્સ્ટ’ની નીતિ પર ચાલશે અને ઈઝરાયલના ઈશારે વાત કરશે, તો કોઈ ડીલ થશે નહીં અને યુદ્ધ પહેલા કરતા વધુ શક્તિ સાથે ચાલુ રહેશે.

ફિલ્મી સ્ટાઈલમાં ઈરાની ડેલિગેશનનું સ્વાગત

ઈરાની પ્રતિનિધિમંડળ જ્યારે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં દાખલ થયું, ત્યારે નજારો જોવા જેવો હતો.

કિલ્લેબંધી: ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બાકર ગાલીબફની સુરક્ષામાં પાકિસ્તાની વાયુસેનાના AWACS (હવાઈ ચેતવણી વિમાન) અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ વિમાનો ચારે તરફ તૈનાત થઈ ગયા હતા. કોઈ રાષ્ટ્રાધ્યક્ષને મળે તેવી કડક સુરક્ષા વચ્ચે તેમનું ઉતરાણ થયું હતું.

અમેરિકી (America) ટીમમાં ટ્રમ્પના જમાઈ પણ સામેલ

અમેરિકા (America) તરફથી મંત્રણાની કમાન માત્ર રાજદ્વારીઓ પાસે નથી. આ ટીમમાં: ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ નેતૃત્વ કરી રહ્યા છે.

તેમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ પણ સામેલ છે, જે સૂચવે છે કે અમેરિકા આ ડીલને લઈને ગંભીર છે.

શાહબાઝ શરીફનું નિવેદન: ‘મેક ઓર બ્રેક’

પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે આ બેઠકને ‘મેક ઓર બ્રેક’ (કરો યા મરો) ક્ષણ ગણાવી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ મંત્રણા માટે માત્ર 15 દિવસનો સમય છે. શનિવારે સવારે બંને પક્ષો વચ્ચે ઔપચારિક વાતચીત શરૂ થઈ ચૂકી છે.

શું થશે આગામી 48 કલાકમાં?

જેડી વેન્સે પહેલેથી જ ચેતવણી આપી છે કે ઈરાનની કોઈ પણ ચાલાકી અમેરિકા સહન કરશે નહીં. બીજી તરફ ઈરાન ઈઝરાયલના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. હવે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે બંને પક્ષોને સમજાવવામાં કેટલું સફળ રહે છે, તેના પર જ મધ્ય-પૂર્વમાં શાંતિનો આધાર છે.


આ પણ વાંચો :   ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક