Ahmedabad News/ લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુવકનો યુવતી પર જીવલેણ હુમલો

ગુસ્સે ભરાયેલા યુવકે ઘરમાં પડેલી લોખંડની પાઈપ વડે યુવતી પર હુમલો (Attacks)કર્યો હતો

Gujarat Ahmedabad
લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુવક-યુવતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં યુવકે યુવતી પર હુમલો(Attacks) કર્યો હતો

Ahmedabad News : અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુવક-યુવતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં યુવકે યુવતી પર હુમલો(Attacks) કર્યો હતો.  પ્રાથમિક માહિતી મુજબ બંને વચ્ચે કોઈ અજાણ્યા કારણસર ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે પછી હિંસક ઘટનામાં ફેરવાઈ ગઈ હતી.

લોખંડની પાઈપ વડે યુવતી પર હુમલો (Attacks)કર્યો

વિવાદ વધતા ગુસ્સે ભરાયેલા યુવકે ઘરમાં પડેલી લોખંડની પાઈપ વડે યુવતી પર હુમલો (Attacks)કર્યો હતો. આ હુમલામાં યુવતીને ગંભીર ઈજાઓ થતાં તે લોહીલુહાણ હાલતમાં પડી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ યુવતીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા વટવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપી યુવકની અટકાયત કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ હવે બંને વચ્ચે થયેલા વિવાદનું મૂળ કારણ અને અગાઉ કોઈ ઝઘડા થયા હતા કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.


આ પણ વાંચો : સુરતમાં રાંદેરમાં નજીવી બાબતે જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર

આ પણ વાંચો :  અમદાવાદમાં પત્ની અને દીકરી પર પતિનો બેટથી જીવલેણ હુમલો

આ પણ વાંચો :  બનાસકાંઠાના ધાનેરામાં આધેડ પર લોખંડની પાઈપથી હુમલો,સોનાની ચેન લૂંટી શખ્સો ફરાર