Surat News: શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર ચેક-ઇન માટે પહોંચેલો એક યુવક (Surat Hotel Death) વાતચીત દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો. યુવકને નીચે પડતાં જોઈને હોટેલ સ્ટાફ અને તેની સાથે આવેલી મહિલા મિત્ર સહિતના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના હોટેલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
મહિલા મિત્ર સાથે હોટેલ પહોંચ્યો હતો યુવક
મળતી માહિતી મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો આકાશ પવાર પોતાની મહિલા મિત્ર સાથે ડિંડોલી વિસ્તારમાં આવેલા RJD પ્લાઝાની હોટેલમાં ગયો હતો. હોટેલમાં ચેક-ઇનની પ્રક્રિયા દરમિયાન તે રિસેપ્શન કાઉન્ટર પર પહોંચ્યો હતો અને ઓળખપત્ર સહિતની વિગતો આપી રહ્યો હતો. રિસેપ્શનિસ્ટ સાથે વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક યુવકની તબિયત લથડી હતી. તે કંઈ સમજે તે પહેલાં જ કાઉન્ટર નજીક જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે રિસેપ્શન પર હાજર લોકો પણ થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
ગણતરીની સેકન્ડોમાં યુવક બેભાન થઈ ગયો
યુવક અચાનક નીચે પડી જતાં હોટેલ સ્ટાફ અને આસપાસના લોકો તેની મદદ માટે દોડી આવ્યા હતા. યુવકના શરીરમાં કોઈ હલનચલન જોવા ન મળતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Surat Hotel Death: હાર્ટ એટેક કે અન્ય તબીબી કારણ? તપાસ બાદ થશે ખુલાસો
પ્રાથમિક તબક્કે યુવકનું મોત (Surat Hotel Death) હાર્ટ એટેક (Heart Attack), સાયલન્ટ હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોક જેવા તબીબી કારણોસર થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મોત (Surat Hotel Death)નું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સામે આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. ડિંડોલી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
CCTVમાં કેદ થઈ ઘટના
હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર બનેલી આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. CCTVમાં યુવક રિસેપ્શન પર ઊભો રહીને વાતચીત કરતો જોવા મળે છે અને ત્યારબાદ અચાનક નીચે ઢળી પડતો જોવા મળે છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને યુવકના મોત (Surat Hotel Death) પાછળનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ તથા તપાસના તારણો બાદ જ સામે આવશે.
આ પણ વાંચો:મહેસાણામાં પાન પાર્લર પર યુવાન અચાનક ઢળી પડ્યો
આ પણ વાંચો:સુરતમાં ગરબા રમતા રમતા ઢળી પડ્યો યુવક, થયું મોત
આ પણ વાંચો:જૂનાગઢમાં 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત,દાંડિયા રાસ રમતી વખતે યુવાન ઢળી પડ્યો
