Morbi News/ 40 કલાકની શોધખોળ બાદ મોરબી મચ્છુ નદીમાં ડૂબેલા બે લોકોના મૃતદેહ મળ્યા

આ ઘટનામાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને બચાવવા ગયેલો તેનો મિત્ર પણ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.

Top Stories Gujarat Breaking News

Morbi News:મોરબીની મચ્છુ નદીમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં 40 કલાકની સઘન શોધખોળ બાદ બે મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં એક યુવકે આત્મહત્યાનો (Suicide) પ્રયાસ કર્યો હતો અને તેને બચાવવા ગયેલો તેનો મિત્ર પણ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.આ ઘટના મોરબીની જીવાદોરી ગણાતી મચ્છુ નદીમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, હર્ષદ પારધી નામના યુવકે અજ્ઞાત કારણોસર નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મોરબી, રાજકોટ ફાયર અને SDRFના જવાનોએ હાથ ધર્યું હતું સર્ચ 

તેના મિત્ર અનિલ પઠોડિયાએ પણ તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો હતો, પરંતુ કમનસીબે, બંને નદીના ઊંડા અને ખતરનાક પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.ઘટનાની માહિતી મળતાં, મોરબી અને રાજકોટના ફાયર ટેન્ડરો, SDRF ટીમો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નદીના ખતરનાક પ્રવાહ અને ઊંડાઈએ શોધ કામગીરી માટે નોંધપાત્ર પડકારો ઉભા કર્યા હતા, પરંતુ 40 કલાકના અવિરત પ્રયાસ પછી, ટીમોએ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા.

આ પહેલા પણ મોરબીની મચ્છુ નદીમાં એક સાથે સાત લોકો ડૂબ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીરા પણ ડૂબ્યા હતા. અહી કુલ 7 જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાયકાઓ બાદ ફરીથી મોરબીમાં મચ્છુ નદીના પાણી પ્રવેશ્યા

આ પણ વાંચો:મોરબીની મચ્છુ નદીમાં સાત લોકો ડૂબ્યા, ત્રણના મોત

આ પણ વાંચો:મોરબી દુર્ઘટનમાં તંત્રનો મહત્વનો નિર્ણય, મૃતદેહ શોધવા મચ્છુ નદી ખાલી કરાશે!