Vadodara News/ વડોદરામાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ, શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

વડોદરાના ગ્રામીણ વિસ્તાર શિનોરમાં પણ વરસાદ પડી રહ્યો છે. અવખલ, અચીસરા અને સેગવા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો. ગઈકાલે સવારથી જ વાદળછાયું આકાશ નીચે ચોમાસા જેવો વરસાદ પડી રહ્યો છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara news:વડોદરા શહેરમાં હવામાન બદલાયું છે, લાભ પાંચમના શુભ દિવસે વરસાદ પડ્યો. સવારથી જ હવામાન બદલાયું, અને હળવા અને ભારે વરસાદથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું. દિવાળીની ઉજવણી કર્યા પછી વતન પરત ફરતા નાગરિકો કમોસમી વરસાદને કારણે ફસાયા.હવામાનમાં ફેરફાર સાથે વરસાદ શરૂ થયો, જેના કારણે કાર્તિક મહિનામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું. સવારથી જ ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ શરૂ થયો. ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતિત છે, જે ડાંગર અને કપાસના પાકને નુકસાન પહોંચાડી શકે છે.

વરસાદથી તાપમાનમાં ઘટાડો અને ઠંડકનો અહેસાસ

વડોદરાના (Vadodra) ગ્રામીણ વિસ્તાર શિનોરમાં પણ વરસાદ પડી રહ્યો છે.અવખલ, અચીસરા અને સેગવા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો. ગઈકાલે સવારથી જ વાદળછાયું આકાશ નીચે ચોમાસા જેવો વરસાદ પડી રહ્યો છે. શિયાળાની ઋતુમાં તાલુકામાં ભારે વરસાદને (Rain) કારણે અવખલના રસ્તાઓ પર ચોમાસા જેવો પાણી વહી રહ્યું છે અને ખેડૂતો તેમના કપાસ અને તુવેરના પાક માટે ચિંતિત છે.

માવઠાથી ખેડૂતો ચિંતિત, રવિ પાકને અસર થવાની શક્યતા

વડોદરાના દેસરમાં વરસાદ સાથે વાવાઝોડું આવ્યું હતું. દેસરના ઉધલપુરમાં ભારે વરસાદ પડ્યો, અને ધૂળની આંધીથી વાહનચાલકો પરેશાન થયા. અસહ્ય ગરમી પછી, વરસાદથી ખૂબ જ જરૂરી રાહત મળી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો

આ પણ વાંચો:પાટીલની જેમ નિમણૂંક બાદ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં જ પહેલો રોડ શો

આ પણ વાંચો:વડોદરાના કોટણા ગામમાં કોઝવે પર બાઇક તણાયુ, દંપતીનો બચાવ, બે પુત્રો હજી પણ ગુમ