Vadodra News: જગદીશ વિશ્વકર્માની (Jagdish Vishwakarma) ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી થયા બાદ, તેમણે સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. 14મી તારીખે તેઓ સીઆર પાટીલની જેમ વડોદરામાં (Vadodra) પણ રોડ શો કરશે, જેમાં ટુ-વ્હીલર પર 2000 કાર્યકરો ભાગ લેશે. બે રોડમેપ તૈયાર કરવામાં આવ્યા છે.
જગદીશ વિશ્વકર્માની ૫મી ઓક્ટોબરે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમણે સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં કાર્યકરો સાથે બેઠકોનું આયોજન કર્યું છે. 10મી ઓક્ટોબરથી તેઓ રાજ્યભરના વિવિધ શહેરોનો પ્રવાસ કરશે.
તેઓ 14મી ઓક્ટોબરે વડોદરા પહોંચશે. પ્રાથમિક માહિતી મુજબ તેઓ ફક્ત વડોદરામાં જ રોડ શો કરશે. રોડ શોની શરૂઆતમાં મહિલા મોરચા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. રોડ શો બાદ, તેઓ શહેરના કારેલીબાગ અંબાલાલ પાર્ક મેદાનમાં કાર્યકરોને સંબોધિત કરશે.
નોંધનીય છે કે ડિસેમ્બરમાં મ્યુનિસિપલ ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા છે. દિવાળી પહેલા આ કાર્યક્રમ યોજવાનું નક્કી થયું હોવાનું જાણવા મળ્યું છે જેથી કાર્યકરો સાથે મુલાકાત કરી શકાય અને તમામ શહેરોની પરિસ્થિતિની સમજ મેળવી શકાય. પ્રદેશ ભાજપ પદાધિકારીઓની એક ટીમ ગુરુવારે વડોદરા પહોંચશે, જેમાં શહેર સંગઠન ટીમ પણ સામેલ થશે, જે કાર્યક્રમ માટે રોડમેપ તૈયાર કરશે, જેમાં રોડ કાર્યક્રમોનો સમાવેશ થશે.
રૂટને કેસરી રંગથી શણગારવામાં આવશે, જેમાં 10,000 કાર્યકરોને જોડવાનો લક્ષ્યાંક છે. જગદીશ વિશ્વકર્મા આવતા મંગળવારે વડોદરા પહોંચશે. શહેર ભાજપે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, જો જગદીશ રોડ માર્ગે આવશે, તો તેમના માટે સમા સાવલી રોડથી કારેલીબાગ અંબાલાલ પાર્ક સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જો તેઓ વિમાન માર્ગે આવશે, તો તેમનું એરપોર્ટ ગેટ પર સ્વાગત કરવામાં આવશે અને રોડ શોનું આયોજન કરવામાં આવશે. ભાજપ સંગઠન દ્વારા આયોજિત રૂટને કેસરી રંગથી શણગારવામાં આવશે.
વધુમાં, એવું જાણવા મળ્યું છે કે રોડ શો અને કાર્યકર્તા સંમેલનમાં 10,000 થી વધુ કાર્યકરોને સામેલ કરવાનું લક્ષ્ય છે. એવું પણ જાણવા મળ્યું છે કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવા માટે વિવિધ સ્થળોએ કાર્યકરો હાજર રહેશે. નોંધનીય છે કે નજીકના ભવિષ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલાં, નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી પછી, કાર્યકરો સભાઓ યોજશે અને તેમને ફરીથી ઉર્જાવાન બનાવવાનો પ્રયાસ કરશે જેથી તેઓ નગરપાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકે.
મુખ્યમંત્રી રોડ શોમાં ભાગ લે તેવી શક્યતા છે. દિવાળી અને નવા વર્ષ પહેલાં જગદીશ વિશ્વકર્મા કાર્યકરોને સંબોધિત કરશે. તે પહેલાં યોજાનારા રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લે તેવી શક્યતા છે. જોકે, ગુરુવારે રાજ્ય સંગઠનના અધિકારીઓની ટીમ સાથેની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે. આ રોડ શોમાં કોણ ભાગ લેશે તેની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
અગાઉ, નવનિયુક્ત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે વડોદરામાં રોડ શો યોજ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ, તેમનું વડોદરામાં સ્વાગત કરવામાં આવશે. અગાઉ, જ્યારે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, ત્યારે તેમનું વડોદરામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલીવાર વડોદરા આવેલા સી.આર. પાટીલનું શહેર સંગઠન દ્વારા રેલવે સ્ટેશન પર રોડ શોનું આયોજન કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:નિકોલના ધારાસભ્ય અને પક્ષનો પ્રભાવશાળી OBC ચહેરો જગદીશ વિશ્વકર્મા !
આ પણ વાંચો:ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્માએ આજે ફોર્મ ભર્યુ, પક્ષને મળશે નવા સુકાની
આ પણ વાંચો:ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે, પ્રમુખપદ માટે નિશ્ચિત
