Padma Awards 2022/ CDS બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણ,સરકાર 107 લોકોને આપશે પદ્મશ્રી..

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, એસઆઈઆઈના એમડી સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

Top Stories India

દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ બે લોકોને પ્રભા અત્રે અને રાધેશ્યામ ખેમકાને પણ પદ્મ વિભૂષણ આપવામાં આવશે. સાથે જ 17 લોકોને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુલામ નબી આઝાદ, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચારજી અને પૂર્વ સચિવ રાજીવ મેહર્ષિના નામ સામેલ છે.

 

આ સાથે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, એસઆઈઆઈના એમડી સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ 107 લોકોને પદ્મશ્રી આપવામાં આવશે. ઓલિમ્પિયન નીરજ ચોપરા, પ્રમોદ ભગત, વંદના કટારિયા અને ગાયક સોનુ નિગમનું પણ તેમાં નામ છે.