તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ગોવા વિધાનસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટીએ ગોવામાં યોજાનારી ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. યાદી અનુસાર, ગોવા કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાખી નાઈક પ્રભુદેસાઈ સંગુએમ બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે પૂર્વ કોંગ્રેસી સૈફુલ્લા ખાન વાસ્કો વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
જયારે તાજેતરમાં કોંગ્રેસ છોડીને ટીએમસીમાં સામેલ થયેલા તારક અરોલકરને માપુસા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પૂર્વ કોંગ્રેસી ભોલાનાથ ઘાડી સાખાલકરને સાલીગાવથી અને લોક કલાકાર કાંતા કાશીનાથ ગૌડેને ક્વિપેમથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ટીએમસી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) સાથે ચૂંટણી મેદાનમાં છે.
ગોવાની લડાઈમાં જ્યાં ભાજપ ફરી બહુમતી મેળવીને સત્તાની સીટ ઈચ્છે છે, ત્યારે કોંગ્રેસ વધુમાં વધુ બેઠકો મેળવીને ભાજપને વિપક્ષમાં બેસવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. અહીં યોજાનારી ચૂંટણીમાં ભાજપ જીતવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે, તો કોંગ્રેસના કાર્યકરો પણ મતદારોને પોતાની તરફેણમાં લેવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.
રાજ્યના ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. અહીં યોજાનારી ચૂંટણીમાં AAPના કાર્યકરો પૂરા જોશ સાથે ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યની કુલ 40 સીટો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે.
