આસામના પૂર્વ મુખ્યમંત્રી લાંબી બિમારી બાદ ગુવાહાટીની હોસ્પિટલમાં અવસાન થયું હતું,તેમના પરિવારે આ જાણકારી આપી હતી. તેઓ 91 વર્ષના હતાં. બર્મન કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.તે બે વાર ટૂંકા સમય માટે આસામના મુખ્યમંત્રી બન્યા હતાં. આસામ સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. આસામ સરકારે જણાવ્યું છે કે તેમનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે, તે આસામમાં એપ્રિલ થી મે 1996 ના એક માસના ટૂકા ગાળા માટે મુખ્યમંત્રી બન્યા હતા. બીજીવાર 2010માં કે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી તરૂણ ગોગાઇ તેમના ઓપરેશન માટે મુંબઇ ગયા હતા ત્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા હતા.
