નવી દિલ્હી,
પેટ્રોલ અને ડીઝલમાં થઇ રહેલા સતત ભડકા બાદ ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારોને પણ ભાવ ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો, ત્યારે હવે સરકારની આ નિર્ણય બાદ કુલ ૧૧ ભાજપ શાસિત રાજ્યોએ ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે જ કેન્દ્ર સરકારના ૨.૫૦ રૂપિયા અને રાજ્ય સરકારના ૨.૫૦ રૂપિયા મળી કુલ ૫ રૂ.નો ફાયદો દેશની જનતાને મળશે.
૧૧ ભાજપ શાસિત રાજ્યોએ કર્યો ભાવ ઘટાડવાનો નિર્ણય
Finance Minister Sh @arunjaitley Ji has announced Rs.2.5 cuts in petrol & diesel prices, reciprocating positively to FM’s announcement, the Govt Of Gujarat has also decided to reduce Rs.2.50 on both petrol & diesel. Thus petrol & diesel wd be Rs. 5 cheaper in the State of Gujarat
— Vijay Rupani Memorial (@vijayrupanibjp) October 4, 2018
पेट्रोल-डीजल पर केंद्र सरकार द्वारा प्रति लीटर 2.5 रुपए की कमी करने के लिए प्रधानमंत्री श्री @narendramodi और केंद्रीय वित्त मंत्री @arunjaitley जी का धन्यवाद। मध्यप्रदेश सरकार ने भी 2.5 रुपए वैट कम किया है, जिससे उपभोक्ताओं को प्रति लीटर 5 रुपए की राहत मिलेगी।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 4, 2018
૧૧ ભાજપ શાસિત રાજ્યોની વાત કરવામાં આવે તો, આ રાજ્યોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ અને હરિયાણા દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર VAT ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
Thank you Hon PM @narendramodi ji and Union Minister @arunjaitley ji for reducing ₹2.50/litre on both Diesel and Petrol. This will give huge relief to common citizens.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 4, 2018
જો કે આ ૧૧ રાજ્યોમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા માત્ર પેટ્રોલ પર ૨.૫૦ રૂપિયા ઘટાડો કર્યો છે.
Jharkhand Government has decided to give an additional relief of ₹2.5/litre on diesel in the state: Raghubar Das, Jharkhand Chief Minister. (File pic) pic.twitter.com/CZGY0clUJl
— ANI (@ANI) October 4, 2018
ઝારખંડ સરકાર દ્વારા આ ઘટાડો માત્ર ડીઝલ પર અમલી કરવામાં આવ્યો છે.
We are writing to the state govts that as the central govt is cutting Rs 2.50 on both petrol & diesel, they do the same: FM Arun Jaitley pic.twitter.com/7QQ6TFrsnJ
— ANI (@ANI) October 4, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ભાવ ઘટાડ્યા બાદ રાજ્યોની સરકારોને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો.
આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા હવે થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
We are writing to the state govts that as the central govt is cutting Rs 2.50 on both petrol & diesel, they do the same: FM Arun Jaitley pic.twitter.com/7QQ6TFrsnJ
— ANI (@ANI) October 4, 2018
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, “આજે મળેલી બેઠકમાં અમે નક્કી કર્યું હતું કે, ગ્રાહકોને રાહત આપવા માટે રેવેન્યુ ડીપાર્ટમેન્ટ ૩ ભાગમાં વહેચવામાં આવશે. આ પ્રમાણે એક્સાઈઝ ડ્યુટી ૧.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે તેમજ ઓઈલ માર્કેટિંગ કંપની (OMC)ઓ દ્વારા ૧ રૂપિયો ઘટાડવામાં આવશે”.
