Not Set/ રુપાણી સરકારે આ યોજનાની મુદત વધારી વીજ ગ્રાહકોના હિતમાં કર્યો વધુ એક નિર્ણય

ગાંધીનગર, રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા રાજ્યના વીજ ગ્રાહકોના વિશાળ હિતમાં એક સંવેદનશીલ નિર્ણય કર્યો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવે બી.પી.એલ. અને નોન બી.પી.એલ વીજગ્રાહકો તેમજ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલની રકમના પ૦ ટકા અને વ્યાજમાં સંપૂર્ણ માફી માટે એમ્નેસ્ટી સ્કીમ-ર૦૧૭ની અગાઉ જાહેર કરવામાં આવી હતી, ત્યારે હવે આ યોજનાની મૂદત વધુ ત્રણ માસ […]

Uncategorized

ગાંધીનગર,

રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા રાજ્યના વીજ ગ્રાહકોના વિશાળ હિતમાં એક સંવેદનશીલ નિર્ણય કર્યો કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા હવે બી.પી.એલ. અને નોન બી.પી.એલ વીજગ્રાહકો તેમજ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલની રકમના પ૦ ટકા અને વ્યાજમાં સંપૂર્ણ માફી માટે એમ્નેસ્ટી સ્કીમ-ર૦૧૭ની અગાઉ જાહેર કરવામાં આવી હતી, ત્યારે હવે આ યોજનાની મૂદત વધુ ત્રણ માસ માટે એટલે કે ૧ ઓકટોબર-ર૦૧૮થી ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, “રાજ્યમાં આ યોજનાને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને પરિણામે, મુખ્યમંત્રીશ્રીએ ગ્રાહક સંવેદનાસ્પર્શી અભિગમ સાથે આ યોજનાની મૂદત વધુ ત્રણ માસ માટે એટલે કે ૧ ઓકટોબર-ર૦૧૮થી ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

gujarat-The government increased the expenditure scheme power consumers made one more decision

તેઓએ કહ્યું હતું કે, ઘર વપરાશના વીજગ્રાહકો બી.પી.એલ. અને નોન બી.પી.એલ, કે જેઓ ૩ માસની અંદર મૂદલ રકમ ભરી દે તો મૂદલની રકમમાં પ૦ ટકા માફી સાથે સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવે છે તે જ પ્રમાણે ખેતીવાડી ગ્રાહકોને પણ આ લાભ આપવામાં આવે છે.

આ ઉપરાંત અન્ય તમામ કક્ષાના વીજગ્રાહકો જો ૩ માસની અંદર મૂદલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાંથી પૂરેપૂરી માફી આપવામાં આવે છે.

આ પહેલા આ યોજના હેઠળ અગાઉની તા.૩૧/૮/ર૦૧૭ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્થાને તા.૩૧/પ/ર૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ અને યોજનાની મુદ્દત તા.ર૪/૭/ર૦૧૮ના રોજ પૂર્ણ થતી હતી તેને તા.૩૦/૯/ર૦૧૮ સુધી વધારવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, ૩૦- સપ્ટેમ્બર-ર૦૧૮ સુધી આ યોજનાની મૂદતમાં વધારો થવાને પરિણામે ૧ લાખ ૩૬ હજાર ર૯૪ ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો છે. એટલું જ નહિ, વીજ વિતરણ કંપનીઓને રૂ. પ૧.૮૮ કરોડની રકમની વસુલાત પણ આ યોજના અન્વયે થઇ છે.