Not Set/ #ભાવનગરમાં વધુ એક પોઝિટીવ કેસ સામે આવતા કુલ આંકડો પહોંચ્યો 75 પર..

ભાવેણા એટલે કે ભાવનગર સાથે ભારે થઇ છે. ગઇકાલે એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ દિવસ દરમિયાન વધુ એક કેસ સામે આવ્યો હતો. આટલુ ઓછુ હોય તેમ ઢળતી સાંજે ફરી એક કોરોના પોઝિટીવ કેસ સામે આવતા ભાવનગર માટે દિવસ ખુબ ભારે હોય તેવું પ્રતિતિ થયુ્.  જી હા, ભાવનગરમાં વઘુ એક પોઝિટિવ આવતા 04 એપ્રિલનાં […]

Gujarat Others

ભાવેણા એટલે કે ભાવનગર સાથે ભારે થઇ છે. ગઇકાલે એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ દિવસ દરમિયાન વધુ એક કેસ સામે આવ્યો હતો. આટલુ ઓછુ હોય તેમ ઢળતી સાંજે ફરી એક કોરોના પોઝિટીવ કેસ સામે આવતા ભાવનગર માટે દિવસ ખુબ ભારે હોય તેવું પ્રતિતિ થયુ્. 

જી હા, ભાવનગરમાં વઘુ એક પોઝિટિવ આવતા 04 એપ્રિલનાં એક જ દિવસમાં 19 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા અને અધધધ 19 પોઝિટીવ કેસ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યા કુલ 75 થય ગઇ છે. ભાવનગરના પખાલીવાડમાં રહેતા 6 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. જી હા આ બાળક તેજ દંપતીનું છે જેમનો સવારે આવેલા 17 પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે. દંપતીનો કોરોના પોઝિટિવ આવેલ તેમનાં પુત્રનો પણ કોરોના પોઝિટીવ આવતા ગમગીની છવાયેલી જોવામાં આવી હતી. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન