Vadodara News: સ્માર્ટસિટી વડોદરા (Vadodara) મહાનગરપાલિકા (VMC)ની વધુ એક બેદરકારી સામે આવી છે. ચોમાસામાં અતિ ભારે વરસાદને કારણે વડોદરા મહાનગરપાલિકાએ પૂર્વ તૈયારીરૂપે વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ (Vishwamitri Revival Project) હાથ ધર્યો છે, જે અંતર્ગત નદીમાં કાંપની સફાઈ કરવામાં આવશે. કરોડો રૂપિયાનાં માતબર ખર્ચે થઈ રહેલી કામગીરીની મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
સ્માર્ટસિટી વડોદરા શહેરમાં આવેલ વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતા પૂરની સ્થિતિ નિર્માણ થાય છે. ચોમાસામાં આવતા પૂરને રોકવા ગુજરાત સરકારનો મોટો પ્રોજેક્ટ મનપા દ્વારા હાથ ધરાયો છે. વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેકટ (Vishwamitri Revival Project) અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી નદીમાં પાણીનો સમાવેશ વધુ થઈ શકે અને પાણી સરળતાથી વડોદરામાંથી નીકળી જાય તે માટે વિશ્વામિત્રી નદીને ઉંડી અને પટ પહોળા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેનાથી પૂરની સ્થિતિ ન સર્જાય. કરોડોના માતબર ખર્ચે પ્રોજેકટની કામગીરી થઇ રહી છે. થોડા દિવસ પહેલા જ CM ભુપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેકટની કામગીરીની સમીક્ષા મુલાકાત લીધી હતી.
ત્યારે સ્માર્ટસિટી વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. ભ્રષ્ટ અને દિશાહીન સત્તાધીશોના પાપે નાગરિકોએ હાલાકી વેઠવાનો વારો આવવાની સંભાવનાઓ જણાઈ રહી છે. દિશાહીન સત્તાધીશોના કામોથી ચોમાસામાં પૂર આવી શકે છે. ત્યારે મંતવ્ય ન્યુઝ વડોદરાના નાગરિકોની ચિંતા કરી રહ્યું છે. રૂપિયા 1250 કરોડના માતબર ખર્ચે પ્રોજેકટની કામગીરી થઇ રહી છે ત્યારે રિયાલિટી ચેક કરવા મંતવ્ય ન્યુઝ સમા રિધમ હોસ્પિટલ નજીક બ્રિજ પાસે પહોંચ્યા હતા. ત્યાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. વાસ્તવમાં આ પ્રોજેક્ટમાં નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ કરવાનું છે. પરંતુ બ્રિજની નજીક નદીને ઊંડી કરવા પાળા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે પરંતુ અધિકારીઓ નદીને ફક્ત પહોળી બનાવવાની કામગીરીમાં લાગી ગયેલા જોવા મળી રહ્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા શહેરને પૂરથી બચાવવા 1250 કરોડના પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી આપી વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ વિશ્વામિત્રીના પટ પહોળા કરવામાં આવી રહ્યા છે પરંતુ વડોદરા શહેરની મધ્યમાંથી પાસ થતી ભૂખી, રૂપારેલ, મસ્યા કાંસ પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર નહીં કરવાથી વિશ્વામિત્રી (Vishwamitri river) રિવાઇબલ પ્રોજેક્ટની કામગીરીનો ખર્ચ પાણીમાં જઈ શકે છે અને શહેરના અનેક વિસ્તારોમાં પુનઃ પુર આવવાની શક્યતા છે. નદીને ઊંડી અને પહોળી કરવાનો ખર્ચ આ વર્ષે પણ પૂરમાં જશે કે શું? સરકારના વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ મામલે સત્તાધીશો અને અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો:વડોદરામાં આજે શાળાઓમાં અપાઈ રજા, વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સંભાવના
આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રીનાં દબાણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું
આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી
