Mahesana News/ મહેસાણાની દેલા વસાહતમાં પિતા-પુત્રનાં સંબંધો લજવાયા

પુત્ર વિષ્ણુ દેવીપૂજક સામે પિતાએ મહેસાણા એ-ડિવિઝન પો.સ્ટે.માં ગુનો દાખલ કર્યો છે.

Gujarat

Mahesana News: મહેસાણાની દેલા વસાહતમાં પિતા-પુત્રનાં સંબંધો લજવાયા છે. પુત્રએ ગુસ્સામાં આવી પિતાનાં ગુપ્ત ભાગે ઈજાઓ પહોંચાડી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ઘાયલ પિતાએ પુત્ર વિષ્ણુ દેવીપૂજક સામે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં પુત્રએ આવેશમાં આવી પિતાને ગંભીર ઈજાઓ પહોંચાડતાં ચકચાર મચી ગઈ છે. 27 વર્ષનાં પુત્રએ 46 વર્ષના પિતાને તમે મારી પત્નીને તેડી કેમ નથી લાવ્યા કહી ગુપ્ત ભાગે બચકું ભરી લેતા પિતાને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સામાન્ય બાબતે પુત્ર વિષ્ણુ દેવીપૂજકે આવેશમાં આવી પિતા હોવાનું ભાન ભૂલી ઈજાઓ પહોંચાડી હતી.  પુત્ર વિષ્ણુ દેવીપૂજક સામે પિતાએ મહેસાણા એ-ડિવિઝન પો.સ્ટે.માં ગુનો દાખલ કર્યો છે.


આ પણ વાંચો:વડોદરામાં આજે શાળાઓમાં અપાઈ રજા, વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સંભાવના

આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રીનાં દબાણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું

આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી