ભાવનગર/ તલગાજરડામાં મજૂરોનાં 15થી 20 ઝુંપડાઓ ભીષણ આગમાં ખાખ, મોટી જાનહાની ટળી…

ગુજરાત માટે કાલનો દિવસ ગોઝારો સાબિત થયો અને અમદાવાદમાં એક પછી એક એમ આગનાં બે બનાવોએ આકાર લેતા હાહાકાર મચી ગયો હતો. બહેરામપુરામા લાગેલી આગમાં કોઇ જાન હાની નોંધવામાં નથી આવી, પરંતુ પિરાણામાં લાગેલી આગ ગોઝારી સાબિત થઇ અને 17 જેટલા લોકોનો ભોગ લેવાઇ ગયો. દેશભરમાં આ ગોઝારી આગનાં પડધા જોવામાં આવ્યા, આ ની સાથે […]

Gujarat Others

ગુજરાત માટે કાલનો દિવસ ગોઝારો સાબિત થયો અને અમદાવાદમાં એક પછી એક એમ આગનાં બે બનાવોએ આકાર લેતા હાહાકાર મચી ગયો હતો. બહેરામપુરામા લાગેલી આગમાં કોઇ જાન હાની નોંધવામાં નથી આવી, પરંતુ પિરાણામાં લાગેલી આગ ગોઝારી સાબિત થઇ અને 17 જેટલા લોકોનો ભોગ લેવાઇ ગયો. દેશભરમાં આ ગોઝારી આગનાં પડધા જોવામાં આવ્યા, આ ની સાથે સાથે ભાવનગર ગ્રામ્યમાં પણ આગની મોટી ઘટના નોંધવામાં આવી પરતું સદનસીબે ગોઝારી બનતા રહી ગઇ હતી.

ભાવનગરના મહુવાના તલગાજરડા ગામે મજૂર પરિવારના 15થી 20 ઝુંપડાઓમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. આ મજૂર પરિવાર ગોધરાથી મજૂરી અર્થે આવ્યા હતા. ઝૂંપડામાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં થોડી ક્ષણોમાં ઘરની બધી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તેમજ મામલતદાર સહિતના લોકો ઘટના સ્થળે દોડી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની વિગતો મળી નથી.