Surat News : સુરતમાં એક ખેડુતને પાકના વાવેતરનો દાખલો કાઢી આપવા રૂ.2,500 ની લાંચ લેનારો સુરત શહેર, એબ્રામા મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી હિતેષ અંબાલાલ દેસાઇ ACBની જાળમાં ફસાયો હતો. આ કેસની વિગત મુજબ ફરિયાદીએ પોતાની જમીનમાં આંબાનુ વાવેતર કર્યું હતું, આ બાબતે ફરીયાદીએ પાક વાવેતરનો દાખલો મેળવવા વિગતવારની અરજી અબ્રામા મામલતદારની કચેરી, સુદામા ચોક, મોટા વરાછા, સુરત શહેરમાં કરી હતી.
આ પાક વાવેતરનો દાખલો તાત્કાલિક કાઢી આપવાના અવેજ પેટે રેવન્યુ તલાટી હિતેષ દેસાઈએ રૂ. 3,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેણે ACBનો સંપર્ક કરી, ફરીયાદ આપી હતી. ,જેને આધારે ACBની ટીમે સુરતમાં કઠોર ગામની સીમ, ફરીયાદીની જમીનની બાજુમાં આવેલ રોડ ઉપર જાહેરમાં જાળ બિછાવી હતી.
જેમાં રૂ.2,500 ની લાંચ લેતા રેવન્યુ તલાટી હિતેષ દેસાઈ ઝડપાઈ ગયો હતો.
