Gujarat News : રાજ્યમાં ચાલુ વર્ષે ઓકટોબર માસના બીજા પખવાડીયામાં રાજયના તમામ જિલ્લાઓમાં કમોસમી| વરસાદ નોંધાયેલ છે અને આ કમોસમી વરસાદની વ્યાપકતાના કારણે તેમજ આ સમયે મોટા ભાગના પાકો કાપણી અવસ્થા પર હોય ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું ધ્યાને આવેલ છે. રાજય સરકાર તરફથી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત તમામ જિલ્લાઓને સર્વેની કામગીરી કરી ત્વરિત અહેવાલો રજૂ કરવા સૂચના આપેલ હતી.
અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર તરફથી નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી અહેવાલો રજૂ કરેલા છે.
KRP October-2025 GR 13 11 2025 (1) 
તેમજ SDRF ઘોરણો અનુસાર દરખાસ્ત રજુ થયેલ છે. આમ, કમોસમી વરસાદથી રાજયમાં ઉદ્દભવેલ પરિસ્થિતિ અને થયેલ વ્યાપક પાક નુકશાનીના અહેવાલો ધ્યાને રાખી વંચાણે લીધેલ ક્રમાંક (૩) મુજબ ખેતી નિયામકએ કરેલ દરખાસ્ત અન્વયે SDRF તથા રાજ્ય બજેટમાંથી “કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-2025” આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
ઠરાવઃ રાજ્યમાં ખરીફ-2025 ઋતુમાં ઓકટોબર માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે। ઉદ્દભવેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાને લઈ ખાસ કિસ્સામાં રાજ્યના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છ એમ કુલ 33 જિલ્લાઓમાં સામેલ પરિશિષ્ટ મુજબના 251 તાલુકાઓના નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં નીચેની શરતો મુજબ SDRF તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું આથી ઠરાવવામાં આવે છે. આ સિવાયના અન્ય કોઈ તાલુકા અસરગ્રસ્ત જણાઈ આવે તો જિલ્લા કલેકટરશ્રીએ રાહત કમિશનરશ્રીને દરખાસ્ત કરી ચકાસણી કરાવી અસરગ્રસ્ત જાહેર કરવાનાં રહેશે. ખરીફ-2025ની ઋતુ માટે અન્ય કોઈ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાની સહાય મેળવેલ હોય તો તેવા ખેડૂત ખાતેદારોને આ રાહત પેકેજ અંતર્ગત સહાય મળવાપાત્ર રહેશે નહિ.
(ક) ચૂકવવાપાત્ર સહાય અને ધોરણો: ખરીફ ૨૦૨૫ ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં કે જેમાં 33 % કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂ.22,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ બે(૨) હેકટરની | મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. પાકનો પ્રકાર SDRF હિસ્સાની રકમ (પ્રતિ હેકટર) રાજ્ય બજેટ હિસ્સાની રકમ (પ્રતિ હેકટર) ખેડૂતને કુલ મળવાપત્રા રકમ બિનપિયત રૂ.8,500 રૂ.13,500રૂ.22,000 pa ३.17,000३.5,000 રૂ.22,000 બહુ વર્ષાયુ રૂ.22,000 રૂ.22,000 ઉક્ત મુજબ સહાયમાં SDRF ના નોર્મ્સ મુજબ મળવાપાત્ર સહાય ઉપરાંત રાજય ભંડોળમાંથી વધારાની સહાય ઉમેરીને સહાય ચુકવવાની રહેશે.
| આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવવાપાત્ર રકમ રૂ.5,000 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ.5,000 ચૂકવવાના થાય, જેમાં ખૂટતી તફાવતની રકમ રાજય બજેટમાંથી ચૂકવવાની રહે. નિયત ધોરણો મુજબ કોઇ પણ સંજોગોમાં કુલ મળવાપાત્ર રકમ (SDRF+રાજ્ય બજેટ) રૂ.5,000 કરતાં ઓછી હોવી જોઇએ નહિ. આ સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં-8/અ મુજબ) મહત્તમ 2(બે) હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
આ સહાય પેકેજનો લાભ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડુત ખાતેદારો દ્વારા વાવેતર કરેલ પાકોમાં નિયત ધોરણો અનુસાર ૩૩% કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેવા ખાતેદાર ખેડૂતોને મળવાપાત્ર રહેશે. નુકસાનની ગણતરી માટે પાક વાર વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી-કમ-મંત્રીનો દાખલો (પ્રમાણપત્ર) ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટી-કમ-મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ગણતરી કરવાની રહેશે. આ સાથે સામેલ પરિશિષ્ટમાં જણાવેલ જિલ્લા સામે દર્શાવેલ તાલુકાઓમાં નિયત ધોરણો અનુસાર આ સહાય પેકેજનો લાભ મળવાપાત્ર રહેશે. (ખ) લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટે અરજી: આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર| નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના – વાંધા અંગેનો સંમતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકાવિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઇશે. કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ટીગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસૂલ વિભાગે NICને પુરી પાડવાની રહેશે. આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમૂના નં. 8/અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઇ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે.
આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા સહાય મળવાપાત્ર થશે. પર આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ(FRA) હેઠળ નોટીફાઇડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર (સનદ) મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે. વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે. તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો/પ્રમાણપત્ર લેવાનો રહેશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામુ રજુ કરવાનું રહેશે. પેઢીનામા પૈકીના કોઇ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામુ રજુ કરી અરજી કરી શકશે.
આ રાહત પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર રહેશે નહી. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એકટમાં નિયત કરેલ જોગવાઇ મુજબ જરૂરી પુરાવા રજુ થયેથી સહાયં મળવા પાત્ર થશે. આ પેકેજ અંતર્ગત સહાય અને આનુષાંગિક ચૂકવણા PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધા જ કરવાના રહેશે. (ગ) અરજી કરવાની અને અમલીકરણ કાર્ય પદ્ધતિ: લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પર સંબંધિત VLE/VCE મારફત સાધનિક આધાર પુરાવા સાથે કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ખેડૂત તરફથી મળેલ નિયત સાધનિક આધાર પુરાવા મુજબ વિગતોની સાચી ડેટા એન્ટ્રી થાય તે અંગેની પ્રાથમિક જવાબદારી સંબંધિત VLE/VCEની રહેશે. તથા તમામ ડેટા એન્ટ્રી યોગ્ય ચકાસણી બાદ જ કરવાની રહેશે.
ત્યારબાદ સંબંધિત VLE/VCE દ્વારા અરજીની પ્રીન્ટ આઉટ લઇ નિયત જગ્યાએ લાભાર્થી ખેડૂતની સહી લેવાની તથા સંબંઘિત VLE/VCEએ પણ સહી કરવાની રહેશે. નિયત આધાર પુરાવા સાથેની અરજી VLE/VCEએ સંબંધિત ગ્રામ સેવકને દૈનિક ધોરણે પહોંચતી કરવાની રહેશે. VLE/VCE તરફથી મળેલ અરજીની યોગ્ય ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ પાત્રતા ધરાવતી તમામ અરજીઓ ગ્રામસેવક દ્વારા ઓનલાઇન ચકાસણી કરી કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપશે. સંબંધિત તાલુકા વિકાસ અધિકારી ગ્રામ સેવક તરફથી મળેલ લાભાર્થીની વિગતો ચકાસીને જિલ્લા ખેતીવાડી અધિકારીને ઓનલાઇન મોકલી આપશે. (ઘ) PFMS પોર્ટલ મારફત ચૂકવણાં અર્થે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નીચે મુજબની વ્યવસ્થા અમલી કરવાની રહેશે.
। (ઘ.૧) જિલ્લા કક્ષાએ સદર ચૂકવણાં માટે અનુસરવાની થતી કાર્યપદ્ધતિ: સ્ટેટ admin એકાઉન્ટમાંથી જિલ્લાના ડિસ્ટ્રીક્ટ admin બનાવવાના રહેશે. ડિસ્ટ્રીક્ટ admin તરીકે જિલ્લા ખેતીવાડી અધિકારી રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારીના admin એકાઉન્ટમાંથી જિલ્લા કક્ષાના ડેટા ઓપરેટર (મેકર) અને એપ્રુવર (ચેકર) નિયત કરાશે. જિલ્લા કક્ષાના ડેટા ઓપરેટર (મેકર) તરીકે જિલ્લા ખેતીવાડી અધિકારી અને એપ્રુવર (ચેકર) તરીકે હિસાબી અધિકારી, જિલ્લા પંચાયત રહેશે. સંબંધિત તાલુકા વિકાસ અધિકારી મારફત મળેલ લાભાર્થીની વિગતોને આધારે જિલ્લા ખેતીવાડી અધિકારી કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર સદર લાભાર્થીના ડેટાની ફાઇલ તૈયાર કરશે અને તમામ તાલુકાઓની ડેટા ફાઇલ વેરિફિકેશન માટે PFMS portal માં પુશ કરશે.
તે પૈકી PFMS દ્વારા રિજેક્ટ કરેલ ડેટા VCE/VLE ના Log In માં પરત મળશે. જે ડેટા VCE/VLE દ્વારા પુન: સુધારી કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે તથા સુધારેલ અરજીની પ્રીન્ટ/હાર્ડ કોપીમાં સબંધિત અરજદાર ખેડૂતની સહી મેળવીને VCE/VLEએ સુધારા અન્વયે સહી કરી ગ્રામસેવકને પુનઃ રજુ કરવાની રહેશે. ત્યાર બાદ તમામ કક્ષાએથી આગળની કાર્યવાહી સમાન કાર્ય પદ્ધતિ અનુસાર ફરીથી કરવાની રહેશે.
ઉક્ત પૈકી લાભાર્થીના PFMS પોર્ટલ પર વેરીફાય થયેલ ડેટાના આધારે જિલ્લા ખેતીવાડી અધિકારી તાલુકાવાર બિલ કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર તૈયાર કરશે અને જિલ્લા હિસાબી અધિકારીને મોકલશે. જિલ્લા હિસાબી અધિકારી ચૂકવણાં માટે રજૂ થયેલા લાભાર્થીઓના ચૂકવણાંના બિલ મંજૂર કરશે અને તેમની ડિજિટલ સિગ્નેચરથી PFMS મારફતે ઓનલાઈન DBT પદ્ધતિથી સંબંધિત લાભાર્થીને ચૂકવણું કરશે. PFMS પોર્ટલ પર ઓનલાઇન ચુકવણાની ઉક્ત કાર્યપદ્ધતિ અનુસર્યા બાદ બે વખત અસફળા રહે તો આવા લાભાર્થીની યાદી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની મંજુરી મેળવ્યા બાદ ચુકવણા અર્થે બિલ જિલ્લા હિસાબી અધિકારીને મોકલવાના રહેશે.
આ મંજુર થયેલ બીલ જિલ્લા હિસાબી અધિકારીએ RTGS/NEFTથી ચુકવણા કરવાના રહેશે. આ સમગ્ર ચૂકવણાની કાર્યવાહી પૂર્ણ થયે વર્ષાંતે જિલ્લા હિસાબી અધિકારીએ હિસાબોનું મેળવણું કરી ”ગ્રાન્ટ વપરાશનું પ્રમાણપત્ર”(UTC) ખેતી નિયામક, ગાંધીનગરને મોકલી આપવાનું રહેશે. (ઘ.૨) રાજ્ય કક્ષાએ સદર ચૂકવણાં માટે અનુસરવાની થતી કાર્યપદ્વતિ: સહાય ચુકવણી PFMS મારફતે કરવાની થતી હોઇ ખેતી નિયામક કચેરીમાં SDRF ગ્રાન્ટ તથા રાજ્ય બજેટની ગ્રાન્ટ માટે બે અલગ અલગ સેવીંગ એકાઉન્ટ ખોલાવવાના રહેશે.
આ બેન્ક એકાઉન્ટ્સ PFMS પોર્ટલ સાથે સંબંધિત એકાઉન્ટ ઓફિસરની ડિજિટલ સિગ્નેચરથી Link કરવાના રહેશે. ખેતીનિયામકની કચેરીના નિયતકરેલ સંબંધિત અધિકારીના એજન્સી admin એકાઉન્ટમાંથી રાજ્ય કક્ષાના ડેટા ઓપરેટર(મેકર) અને ડેટા એપ્રુવર(ચેકર) નિયત કરવાના રહેશે. રાજ્ય કક્ષાના ડેટા ઓપરેટર(મેકર) તરીકે ખેતી નિયામક નિયત કરે તેવા નાયબ ખેતી નિયામકને સદર કામગીરી સોંપવાની રહેશે. ડેટા ઓપરેટર(મેકર) દ્વારા સંબંધિત જિલ્લાની જરૂરિયાત મુજબ ગ્રાન્ટ ફાળવણી માટેના ડેટા(બિલ) તૈયાર કરવાના રહેશે અને તે બિલ ડેટા એપ્રુવર(ચેકર)ને મોકલવાના રહેશે.
રાજ્ય કક્ષાના ડેટા એપ્રુવર(ચેકર) તરીકે ખેતી નિયામકની કચેરીના હિસાબી અધિકારી/સંયુક્ત નિયામક (હિસાબ) રહેશે ડેટા એપ્રુવર(ચેકર) તરીકે હિસાબી અધિકારી/સંયુક્ત નિયામક(હિસાબ) તેમના લૉગિનમાં મળેલ ડેટા(બિલ)ની ચકાસણી કરશે અને જિલ્લા દ્વારા કરેલ ગ્રાન્ટ માંગણીના આધારે, તેઓની ડિજિટલ સિગ્નેચરથી સંબંધિત જિલ્લાને ગ્રાન્ટની ફાળવણી કરશે. (ચ) ઉક્ત કાર્યપદ્ધતિના અમલ અર્થે નીચે મુજબની વ્યવસ્થા હાથ ધરવાની રહેશે.। (ચ.૧) જિલ્લા હિસાબી અધિકારીના બેંક એકાઉન્ટ ખોલવા બાબત:- જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા પંચાયત ખાતે બેંક ખાતા SDRF તથા રાજ્ય બજેટની ગ્રાન્ટ માટે સંબંધિત જિલ્લા પંચાયતના એકાઉન્ટ ઓફિસરની ડિજિટલ સિગ્નેચરથી ઓપરેટ થતા સેવીંગ એકાઉન્ટ ખોલાવવાના રહેશે અથવા અગાઉના કૃષિ રાહત પેકેજ માટે ખોલવામાં આવેલ સેવીંગ એકાઉન્ટનો ઉપયોગ કરવાનો રહેશે.
(ચ.2 જિલ્લા હિસાબી અધિકારીની ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરવા માટેની પદ્ધતિ: આ પેકેજ અંતર્ગત સહાયના નાણા ઝડપથી સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય તે માટે ચૂકવણાં જિલ્લા હિસાબી અધિકારીની ડિજિટલ સિગ્નેચર મારફત કરવાના રહેશે. આ માટે જો જિલ્લા હિસાબી અધિકારી પાસે હાલમાં ડિજિટલ સિગ્નેચર ઉપલબ્ધ હોય અને PFMS સાથે સંકલિત કરી શકાય તેમ હોય તો તેનો ઉપયોગ કરવાનો રહેશે અન્યથા નવી ડિજિટલ સિગ્નેચર તૈયાર કરવાની રહેશે. આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની થતી હોઇ, જિલ્લા હિસાબી અધિકારીએ આ અંગેની જરૂરી તમામ વિગતો જિલ્લા ખેતીવાડી અધિકારીને ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ટૂંકા સમયગાળામાં લાભાર્થીઓને સહાય ચૂકવવાની થાય છે.
레 માટે ડેટા એન્ટ્રી, પોર્ટલ સંબંધિત કામગીરી, કોન્ટ્રાકચ્યુઅલ મેનપાવર, કન્ટીજન્સી, જરુરી સંસાધનો વગેરે માટે પ્રતિ અરજી દીઠ રૂ.૨૦/- લેખે રાજય બજેટમાંથી ખર્ચ કરવાનો રહેશે. જે પૈકી ઈ-ગ્રામ ખાતેના VCE/VLE/TLE અથવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિકૃત વ્યક્તિ મારફત પોર્ટલ પર જરૂરી કાગળો સાથે સફળતાપૂર્વક ઓનલાઈન ડેટા એન્ટ્રી, એડિટિંગ, અપડેશન કરી અરજી સાથેના તમામ સાધનિક કાગળોની પ્રિન્ટ/હાર્ડ કોપીમાં અરજદારની સહી લઈ અરજીઓના બંચ સાથેની યાદી બનાવી સબંધિત ગ્રામસેવકોને ઉપલબ્ધ કરાવેલ હોય અને જે અરજીઓનું ચૂકવણું થયેલ હશે તેવી “સફળ અરજી” દીઠ રૂ.15.00 પ્રતિ અરજી લેખે તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએ જે જિલ્લાઓ દ્વારા કન્ટીજન્સી ખર્ચ ખરેખર કરેલ હશે તેવા જિલ્લાઓને પ્રતિ અરજી દીઠ રૂ.3.૦૦ તેમજ પોર્ટલ ડેવલપમેન્ટ, કોન્ટ્રાકચ્યુઅલ મેનપાવર, કંટીજન્સી અને વહીવટી કામગીરી પેટે ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર રૂ.2.00પ્રતિ અરજી મળી એમ કુલ રૂ.20 પ્રતિ અરજી ખર્ચ કરવાનો રહેશે.
અરજી મેળવવાની તથા સહાય ચુકવણી માટે ઓનલાઇન પોર્ટલ તૈયાર કરવાની કાર્યવાહી સ્ટેટ એન.આઇ.સી.(NIC) દ્વારા કરવાની રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારી મારફત SDRF અને સ્ટેટ બજેટ વાર ગ્રાંટ માંગણી અનુક્રમે મહેસૂલ વિભાગ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને કરવાનો રહેશે. જિલ્લા વિકાસ અધિકારીની દરખાસ્તના આધારે બજેટ સદર વાર ગ્રાન્ટના નાણા સંબંધિત વિભાગ દ્વારા ખેતી નિયામકશ્રીની કચેરી મારફત જિલ્લા વિકાસ અધિકારીના હવાલે મુકવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાનો ઉક્ત સંકલિત અહેવાલ મહેસૂલ વિભાગ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને કરવાનો રહેશે. આ ઠરાવથી ઠરાવેલ “કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-2025” અંતર્ગત થનાર જિલ્લા કક્ષાની તમામ કાર્યવાહીનું સંકલન/મોનિટરિંગ/સમીક્ષા સબંધિત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવાનું રહેશે.
તેમજ સહાય ચૂકવણી બાબતે અન્ય કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જિલ્લા વિકાસ અધિકારી વિવેકાધીન નિર્ણય કરી શકશે. અરજી કરવાની તથા ચૂકવાણાની કાર્યપધ્ધતિમાં જરૂર મુજબના ફેરફાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કરી શકશે. તમામ અરજીઓ સબંધિત તાલુકા પંચાયત કક્ષાએ રેકર્ડ તરીકે નિભાવવાની રહેશે. 레 રાહત પેકેજ અંતર્ગત State Disaster Relief Fund(SDRF) બજેટ હેઠળનો ખર્ચ| નીચે મુજબના બજેટ સદર હેઠળ ઉધારવાનો રહેશે. બજેટ સદર: (79-2245-02-196-01(સી-4) (નાના અને સીમાંત ખેડૂતોને સહાય)
માંગણી નં.: 79
મુખ્ય સદર: 2245 કુદરતી આપત્તિ અંગે રાહત પેટા સદર: 02ગૌણ સદર: 196-01નાના સીમાંત ખેડૂતોને સહાય દર
ઓબ્જેક્ટ
ક્લાસ-૪। આ રાહત પેકેજ અંતર્ગત રાજ્ય બજેટનો ખર્ચ નીચે મુજબના બજેટ સદર હેઠળ ઉધારવાનો રહેશે. રાજય બજેટના ખર્ચનું બજેટ સદરઃ (2401-00-110-08) માંગણી ક્રમાંક: 02 મુખ્ય સદર: 2401- પાક કૃષિ વ્યવસ્થા
ગૌણ સદર: 110-પાક વીમો
પેટા સદર: 08 કુદરતી આપત્તિઓને કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય
આ ઠરાવ સમાનાંકી ફાઇલ પરની સરકારશ્રીની તા.12/11/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
આ પણ વાંચો: Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: Gandhinagar News/અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો
