Ahmedabad News/ અમદાવાદમાં તંત્રનાં પાપે રીક્ષા ચાલક થયો લોહીલુહાણ! ભૂવામાં રીક્ષા ખાબકી

અમદાવાદ શહેરમાં હજુ વરસાદનું વિધિવત્ આગમન થયું પણ નથી ત્યાં તો ભૂવાઓનું આગમન થઈ ગયું છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ શહેર (Ahmedabad city)માં મકરબા મેઈન રોડ સિક્સ લેન પર અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક ભૂવા (Pothole)માં રીક્ષા ખાબકતાં રીક્ષા ચાલક ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો. હાલ ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તંત્રની બેદરકારીથી ચાલકનો જીવ જોખમમાં મૂકાયો હતો.

અમદાવાદમાં છુટાછવાયા વરસાદમાં જ ભુવા પડવાનો સિલસિલો જોવામાં આવી રહ્યો છે. અમદાવાદીઓને સારો વરસાદ (Rain) પડ્યાની જેટલી ખુશી નથી હોતી એટલું દુખ હમેંશા વરસાદી સિઝનમાં ભૂવાનું ભૂત ધુણવાનું હોય છે. વરસાદ પડે અને તેમાં પણ જો પાણી ભરાય જાય એટલો વરસાદ પડે તો ઘરની બહાર વાહન લઇને નિકળતો સરેસાર અમદાવાદી વરસાદ કે વરસાદી ઠંડીથી નહીં પરંતુ રસ્તામાં જતા ક્યાક ભૂવામાં અચાનક ગરકાવ ન થઇ જાય તેવા ભયથી થરથરતો હોય છે. કરોડોના ખર્ચ બાદ પણ શહેરીજનોને સારી સુવિધા મળી રહી નથી, તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.

અમદાવાદ શહેર હેરિટેજ સિટી (Heritage city) તરીકે જાણીતું છે, પણ તેની બીજી ઓળખ ‘ભૂવા નગરી’ તરીકેની પણ છે! અમદાવાદ શહેરમાં હજુ વરસાદનું વિધિવત્ આગમન થયું પણ નથી ત્યાં તો ભૂવાઓનું આગમન થઈ ગયું છે. શહેરમાં મકરબા રોડ સિક્સ લેન પર અતુલ્યમ એપાર્ટમેન્ટ પાસે રોડ બન્યાને 6 મહિના જેટલો સમય થયો છે. ત્યાં મોટો ભૂવો પડતાં જ તંત્રની પોલ ખુલી છે. આજે રીક્ષાચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ખાડામાંથી પસાર થતાં રીક્ષાનો અડધો ભાગ ધડામ દઈને બેસી ગયો હતો. રીક્ષાનો કાચ તૂટી કચ્ચરઘાણ વળી ગયો હતો. રીક્ષા ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ડ્રાઈવર લોહીલુહાણ થતાં સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો.

રીક્ષા ચાલકને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મકરબા રોડ પર ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. આબાલવૃદ્ધ સૌ આ રોડ પર પસાર થતાં હોય છે ત્યારે ગુણવત્તા વિનાનાં રસ્તાનાં કારણે નિર્દોષ લોકો આડેદિન ભોગ બની રહ્યાં છે. અહીં રીક્ષા નહીં વિકાસ ઊંધે માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના મકરબામાંથી બે કાશ્મીરી યુવક ચરસ સાથે ઝડપાયા,દોઢ લાખનું ચરસ જપ્ત

આ પણ વાંચો:ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?

આ પણ વાંચો:અમદાવાદમાં વાહન લઇને નિકળ્યા છો તો રાખજો ધ્યાન, શહેરનાં આ વિસ્તારમાં ભૂવામાં પડી રીક્ષા