Rajkot News/ રાજકોટના મુરલી મનોહર મંદિર વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ

Rajkot News : રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ સ્થિત મુરલી મનોહર મંદિરમાં ચાલી રહેલા ગાદી વિવાદે (Temple Controversy)ફરી એકવાર ગમાવો લીધો છે. મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજના સંતો અને અનુયાયીઓ એકત્ર થયા હતા. સમગ્ર મામલે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરના મહંત રવિદાસ બાપુને […]

Gujarat Rajkot
રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ સ્થિત મુરલી મનોહર મંદિરમાં ચાલી રહેલા ગાદી વિવાદે (Temple Controversy)ફરી એકવાર ગમાવો લીધો છે.

Rajkot News : રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ સ્થિત મુરલી મનોહર મંદિરમાં ચાલી રહેલા ગાદી વિવાદે (Temple Controversy)ફરી એકવાર ગમાવો લીધો છે. મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજના સંતો અને અનુયાયીઓ એકત્ર થયા હતા. સમગ્ર મામલે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મંદિરના મહંત રવિદાસ બાપુને ફરી ગાદી સોંપવાની માંગ સાથે સાધુ સમાજે સમર્થન વ્યક્ત કર્યું હતું. સાધુઓએ જણાવ્યું હતું કે પરંપરા અને સંપ્રદાયની માન્યતાઓ મુજબ નિર્ણય લેવો જોઈએ. બીજી તરફ ગામના કેટલાક લોકો દ્વારા અગાઉ વિરોધ નોંધાતા મહંતને ગાદી પરથી હટાવવાના મુદ્દે ચર્ચા તેજ बनी હતી.

મંદિર પરિસરમાં ભક્તો, સાધુ સમાજ અને સ્થાનિક લોકોના ટોળાં ઉમટતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે.

સુપેડી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદિર ગાદી મુદ્દે ચર્ચાઓ અને વિવાદ  (Temple Controversy)ચાલી રહ્યો છે. હવે સાધુ સમાજ ખુલ્લેઆમ મેદાને આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. સ્થાનિક તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો : પાલડીના રામજી મંદિરમાં ગાદી વિવાદ, રાજસ્થાનના સંતને પ્રવેશબંધી

આ પણ વાંચો : હરિધામ મંદિરમાં ગાદી વિવાદ પરાકાષ્ઠાએ… પ્રબોધ સ્વામી જૂથ સોખડા છોડીને 21 એપ્રિલે સુરત જશે

આ પણ વાંચો : હરિધામ સોખડા મંદિર ગાદી વિવાદ, પ્રેમસ્વરૂપ સ્વામીની કિર્તન સભાને મંજૂરી નહીં, પોલીસ દ્વારા કિર્તન સભાને મંજૂરી નહીં, ઘર્ષણ ટાળવા કીર્તન સભાને મંજૂરી ના આપી, મનાઈ હુકમ ફરમાવતા