Not Set/ કેશોદ/  મગફળી ખરીદીમાં ગેરરીતિને ને લઈને ખેડૂતોએ કર્યું ચક્કાજામ

મગફળી ખરીદીમાં ગેરરીતિને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા. છેલ્લા કેટલાય દિવસથી  ખેડૂતોને મગફળી વેચવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. જેને લઈને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેશોદમાં ખેડૂતોનો પુનઃ પ્રચંડ આક્રોષ જોવા મળ્યો છે. મગફળીના મુદ્દે કેશોદના ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. માર્કેટિંગ યાર્ડ […]

Gujarat Others

મગફળી ખરીદીમાં ગેરરીતિને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા. છેલ્લા કેટલાય દિવસથી  ખેડૂતોને મગફળી વેચવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. જેને લઈને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેશોદમાં ખેડૂતોનો પુનઃ પ્રચંડ આક્રોષ જોવા મળ્યો છે. મગફળીના મુદ્દે કેશોદના ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. માર્કેટિંગ યાર્ડ સામે કેશોદ જુનાગઢ હાઇવે પર ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાર્કેટીંગ યાર્ડ ખાતે અવારનવાર મગફળીની ખરીદી બંધ રહેતી હોવાના કારણે મગફળી ના ખેડૂતો રોષે ભરાયા હતા અને રોડ ચક્કાજામ  કર્યો હતો. માર્કેટીંગ યાર્ડ સામે કેશોદ જુનાગઢ રોડ પર ખેડૂત દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ મેન હાઈવે બંધ કરાવી સુત્રોચાર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.