Mahesana News/ મહેસાણાના કડીમાં 7 વર્ષની બાળકીનું કબાટમાં પૂરાતાં ગૂંગળામણથી મોત

મહેસાણાના કડીમાં બાળકીનું ગૂંગળામણથી મોત થયું છે. ગરમાં રમતી બાળકી રમત રમતમાં કબાટમાં પૂરાઈ જતાં મોત થયું હતું. કરણનગર રોડ પરની શુકન સોસાયટીમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો.

Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણાના કડીમાં બાળકીનું ગૂંગળામણથી મોત થયું છે. ગરમાં રમતી બાળકી રમત રમતમાં કબાટમાં પૂરાઈ જતાં મોત થયું હતું. કરણનગર રોડ પરની શુકન સોસાયટીમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો. મહારાષ્ટ્રીયન કુટુંબની વહાલસોયી દીકરીનું કબાટમાં પૂરાઈ જવાથી મોત થયું હતું. દીકરીના મોતથી કુટુંબમાં શોકનું વાતાવરણ છે.

આ પ્રકારની ઘટના શોકજનક તો છે જ, પરંતુ તેની સાથે તે ચેતવણી આપી જાય છે કે નાના બાળકો પાછળ કેવું ધ્યાન રાખવું પડે છે. નાનું બાળક ગમે ત્યારે ગમે તે કરી શકે છે, તેને કોઈ સમજ હોતી નથી, કોઈ ડર હોતો નથી. તેના કારણે તેની સાથે ગમે તે થઈ શકે છે, તેનું જરા પણ ધ્યાન ન રખાયું તો ઘરઆંગણે અકસ્માતનો ભોગ બની શકે છે. ટાંકીમાં પડી જઈ શકે છે, કબાટમાં પૂરાઈ શકે છે, વોશિંગ મશીનની અંદર ફસાઈ જઈ શકે છે. નજર હટી દુર્ઘટના ઘટીની વાત અહીં બરોબર લાગુ પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુળીના ગામોમાં કાળી ઈયળનો ઉપદ્રવ વધતાં એરંડાના પાકને નુકશાન, સહાય ચૂકવવા ખેડૂતોની માંગ

આ પણ વાંચો: ખેડૂતો માટે પડ્યા પર પાટુ, એરંડાનાં ભાવમાં મણે 350 રૂપિયાનું ગાબડું

આ પણ વાંચો: પાટડી પથંકના એરંડા ચોરીના બે આરોપીઓ 143 મણ એરંડાના મુદામાલ સાથે ઝડપાયા