સુરેન્દ્રનગર/ મુળીના ગામોમાં કાળી ઈયળનો ઉપદ્રવ વધતાં એરંડાના પાકને નુકશાન, સહાય ચૂકવવા ખેડૂતોની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના ગામોમાં કાળી ઈયળનો ઉપદ્રવ એરંડાના પાકમાં નુકશાનથી ખેડૂતોને મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ ગયો હતો.

Gujarat
Untitled 571 મુળીના ગામોમાં કાળી ઈયળનો ઉપદ્રવ વધતાં એરંડાના પાકને નુકશાન, સહાય ચૂકવવા ખેડૂતોની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના ગામોમાં કાળી ઈયળનો ઉપદ્રવ એરંડાના પાકમાં નુકશાનથી ખેડૂતોને મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ ગયો હતો. ખેડૂતોના જણાવ્યાનુસાર એક રાતમાં આ કાળી ઈયળ આવતાં એરંડાનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે.

આ પણ વાંચો ;T20 World Cup / શમીને ટ્રોલ કરનારને વિરાટે આપ્યો જવાબ, ગણાવ્યા “કરોડરજ્જુ વિનાનાં લોકોનો સમૂહ”

મુળી તાલુકાનાં ગામોમાં ખેડૂતોએ વાવેતર કરેલા એરંડાના પાકમાં કાળી ઈયળનો ઉપદ્રવ થતાં મોટું નુક્સાન હાલ એરંડાનાં પાકમાં થ‌ઈ રહ્યું છે. મુળી તાલુકાના નવાણીયાનાં ખેડૂતો એ જણાવ્યું હતું કે, એક રાતમાં આ કાળી ઈયળ આવતાં એરંડાનો પાક સંપૂર્ણ નાશ પામેલ છે. આ બાબતે પણ સરકાર સર્વે કરી સહાય ચૂકવવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો ;નુકશાન / દિવાળી પહેલા જ ચીનને ભારતથી ભારે નુકશાન,બહિષ્કારના લીધે 50 હજાર કરોડના નુકશાનનો અંદાજ

ખેડૂતો ઉપર આ વર્ષ સતત આપત્તિજનક રહ્યું હતું. પહેલા અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને હવે પછી ઈયળ ઉપદ્રવથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. એરંડાના પાકમાં ઇયળના ઉપદ્રવથી ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જતા જગતના તાતની હાલત અત્યંત દયનીય બનવા પામી હતી.

આ પણ વાંચો ;Tips / દિવાળી પર અસ્થમાના દર્દીઓએ રાખવી જોઈએ ખાસ કાળજી, આ 4 ટીપ્સ અપનાવો..