અરવલ્લી,
અરવલ્લીના બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગ્રંથપાલ સમિતીમાંથી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. ધવલસિંહ ઝાલાનું કહેવુ છે કે વિધાનસભાના નવા બિલ્ડિંગને બને એક વર્ષ ઉપર સમય વીતી ગયો છતા તેના લાઈબ્રેરી કોઈ દેખ રેખ રાખવામાં નથી આવતી અને હજુ સુધી ગ્રંથપાલ સમિતીની એક પણ મીટિંગ યોજવામાં આવી નથી.
ધવલસિંહ ઝાલાએ આક્ષેપ લગાવ્યો છે કે સરકાર સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણને લઈને મોટો પ્રચાર કરે છે પરંતુ ગ્રાઉન્ડ પર કોઈ કામ કરતી નથી અને તેનું આ ઉદાહરણ રૂપ છે વધુમાં તેમને જણાવ્યું આવી સમિતી રહ્યા કરતા તેમાંથી રાજીનામૂ આપી દેવું યોગ્ય ગણાય.