New Delhi/ PM મોદીએ બિહારના પૂર્વ ડેપ્યુટી સી.એમ. સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, “સુશીલ મોદીજીના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છે. સુશીલ મોદીને તેમના “પાર્ટીમાં મૂલ્યવાન…………

Top Stories India Breaking News
Image 2024 05 14T075439.147 PM મોદીએ બિહારના પૂર્વ ડેપ્યુટી સી.એમ. સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

New Delhi News: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુશીલ કુમાર મોદીનું ગઈકાલે રાત્રે દિલ્હીમાં 72 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને છ મહિના અગાઉ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ભાજપના દિગ્ગજ નેતાના નિધનથી વડાપ્રધાન સહિત ઘણા મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, “સુશીલ મોદીજીના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છે. સુશીલ મોદીને તેમના “પાર્ટીમાં મૂલ્યવાન સાથી” અને “દશકોના મિત્ર” ગણાવ્યા. બિહારમાં ભાજપના ઉદય અને સફળતામાં તેમણે અમૂલ્ય ભૂમિકા ભજવી છે. કટોકટીનો સખત વિરોધ કરીને, તેમણે વિદ્યાર્થી રાજકારણ (સ્ટુડન્ટ પોલિટિક્સ)માં પોતાનું નામ બનાવ્યું. તેઓ ખૂબ જ મહેનતુ અને મિલનસાર ધારાસભ્ય તરીકે જાણીતા હતા. તેમને રાજનીતિ સાથે જોડાયેલા મુદ્દાઓની ઊંડી સમજ હતી,” પીએમ મોદીએ કહ્યું.

વડાપ્રધાને ઉમેર્યું હતું કે, “તેમણે પ્રશાસક તરીકે પણ ઘણું પ્રશંસનીય કામ કર્યું છે. GST પસાર કરવામાં તેમની સક્રિય ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.’’

સુશીલ કુમાર મોદીના નિધન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટર પર પોસ્ઠ શૅર કરી લખ્યું છે કે, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા સુશીલ મોદીજીના નિધન પર તેમના પરિવારના સભ્યો અને સમર્થકો પ્રત્યે ઊંડી સંવેદના. અમારી વિચારધારા અલગ હતી, પરંતુ લોકશાહીમાં દેશનું હિત સર્વોપરી છે. તેમણે GST કાઉન્સિલમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીબીએસઈનું 10મા ધોરણનું 93.60 ટકા પરિણામ

આ પણ વાંચો: શેરબજાર પર ગૃહમંત્રી અમિતશાહે આપ્યું મોટું નિવેદન ‘4 જૂન પછી સુસ્ત બજારમાં જોવા મળશે સારી તેજી’

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું સંચાલન