Gujarat Visit/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી શકે ગુજરાત પ્રવાસે, આ હોય શકે છે તેરીખો

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ જોવામા આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી…

Gujarat Others
645447 kovind speech રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી શકે ગુજરાત પ્રવાસે, આ હોય શકે છે તેરીખો
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી શકે ગુજરાત પ્રવાસે
  • 24,25 અને 26 નવે.એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે સ્પીકર કોંફરન્સ
  • દેશ ના તમામ રાજ્ય ના વિધાનસભા ના અધ્યક્ષ રહેશે હાજર
  • લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલા ના અધ્યક્ષ સ્થાને યોજાશે કોંફરન્સ
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્પીકર કોંફરન્સ નું કરશે ઉદ્ઘાટન
  • બે સેસન માં યોજાશે સ્પીકર કોંફરન્સ

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ જોવામા આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મહામહિમ રામનાથ કોવિંદ આગામી 24, 25 અને 26 નવેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની ગુજરાત મુલાકાતમાં મહામહિમ રામનાથ કોવિંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોંફરન્સ યોજાશે

મહામહિમ રામનાથ કોવિંદની સાથે સાથે દેશના તમામ રાજ્યના વિધાનસભાના અધ્યક્ષો પણ ગુજરાત આવે તાવી શક્યતા જોવામાં આવી રહી છે. મહામહિમ દ્વારા યોજવામાં આવી રહેલી સ્પીકર કોંફરન્સમાં દેશના તમામ રાજ્યના વિધાનસભાના અધ્યક્ષો  હાજર રહેશે.

સાથે સાથે લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલા પણ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. આપને જણાવી દઇએ કે, સ્પીકર કોંફરન્સ લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. મહામહિમ રામનાથ કોવિંદ સ્પીકર કોંફરન્સ નું ઉદ્ઘાટન કરશે અને આ  સ્પીકર કોંફરન્સ બે સેસનમાં યોજાશે.