Not Set/ મંદી એક હવા છે, મંદીથી ઉધોગો બંધ થયા હોય તેવા કોઇ આંકડા નથી : મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદી મામલે મોટું નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ કહયુ છે કે, મંદી એક હવા છે. એટલે કે મંદીની બજારમાં અફવા ચાલે છે. મંદી જેવુ કંઇ છે જ નહી. મંદીથી ઉધોગો બંધ થયા હોય તેવા કોઇ આંકડા નથી. અને મંદી આવશે તો સરકાર તેને પહોચી વળવાના પ્રયાસો કરશે અને પગલાં પણ લેશે. તો […]

Top Stories Gujarat Politics
1 rupani મંદી એક હવા છે, મંદીથી ઉધોગો બંધ થયા હોય તેવા કોઇ આંકડા નથી : મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદી મામલે મોટું નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ કહયુ છે કે, મંદી એક હવા છે. એટલે કે મંદીની બજારમાં અફવા ચાલે છે. મંદી જેવુ કંઇ છે જ નહી. મંદીથી ઉધોગો બંધ થયા હોય તેવા કોઇ આંકડા નથી. અને મંદી આવશે તો સરકાર તેને પહોચી વળવાના પ્રયાસો કરશે અને પગલાં પણ લેશે.

તો મુખ્યમંત્રીના આ નિવેદન બાબતે કોંગ્રેસે ટિપ્પણી કરી હતી કે, તેજી તો માત્ર ભાજપ પાસે જ છે.

સોલર પેનલ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, પ્રતિ યુનીટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80નો ફાયદો થશે. થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી ખરીદી શકાશે. મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની નિયત મર્યાદા દૂર કરવામાં આવી છે. MSME એકમો મંજૂર થયેલા લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે. જો MSME એકમો પોતાના સ્વ વપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. 1.75 પ્રતિ યુનિટના ભાવે ખરીદશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.