Ahmedabad News: ગુજરાતની અદાલતોમાં સરકારી કામે આવતા પોલીસ કોન્સ્ટેબલોથી લઈને અધિકારીઓ ઘણી વખત યુનિફોર્મમાં જોવા મળતા નથી. અને સિવિલ ડ્રેસમાં કોર્ટમાં હાજરી આપતા હોય છે.આવામાં વર્દીની દરકાર નહીં કરનારા પોલીસ કર્મીઓ સામે હાઈકોર્ટે હવે લાલ આંખ કરતા કહ્યુ છે કે, આવા અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નહીં. આ સાથે ખાખી વર્દીની દરકાર ન કરતા પોલસ અધિકારીઓથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
જસ્ટિસ જે.સી.દોશીએ સરકારપક્ષને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારી પોલીસને વર્દી પહેરવામાં શું તકલીફ પડે છે…? કોર્ટ સમક્ષ હાજર થનાર કોઇપણ પોલીસ અધિકારી કે કર્મચારી હોય તે ખાખી વર્દી કે તેમના ફરજના ગણવેશમાં નહીં આવે તો હાઇકોર્ટ સહેજપણ સાંખી નહીં લે. યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે કાર્યવાહી થશે. આ સાથે હાઇકોર્ટે કહ્યું કે, યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે ન્યાયિક કાર્યવાહી કરાશે. હાઇકોર્ટે કહ્યું કે, જે ખાખી વર્દીની દરકાર નથી કરતા તેવા પોલીસકર્મી સામે કાર્યવાહી થશે.
શુક્રવારે જસ્ટિસ દોશીની કોર્ટમાં એક જામીનના કેસની સુનાવણીમાં એડવોકેટ દ્વારા કેટલાક પેપર્સ રેકોર્ડ પર રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસ સાથે સંકળાયેલા પોલીસ કર્મચારી બ્લ્યૂ શર્ટ અને પેન્ટમાં આવ્યા હતા અને સરકારી વકીલને જરૂરી માહિતી આપી રહ્યા હતા. આ જોઇ જસ્ટિસ દોશીએ નારાજગી દર્શાવી હતી કે,તમને પહેલાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું. તેમ છતાંય પોલીસ કર્મચારીઓ વર્દીમાં શા માટે આવતાં નથી? શા માટે અમારા ધૈર્યની પરીક્ષા કરો છો? સીઆઇડી હોય કે કોઇ પણ હોય પરંતુ જ્યારે પણ કોર્ટમાં આવે ત્યારે વર્દીમાં જ હાજર થવાનું હોય. જો તમને છૂટછાટ આપતું ગૃહવિભાગનું કોઇ પરિપત્ર હોય તો બતાવો.’ દરમિયાન સરકારી વકીલે હાજર પોલીસ કર્મચારીને તાકીદ કરતાં કોર્ટે કહ્યું હતું કે,‘માત્ર આમને જ નહીં, તમામને કહી દો કે વર્દીમાં જ કોર્ટમાં આવે.અન્યથા બીજી વાર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરાશે.’
ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા કેટસાક સમયથી સરકારી કામે આવતા પોલીસ અધિકારીઓ સાદા ડ્રેસમાં જોવા મળતા હોય છે. ત્યારે હાઈકોર્ટે પણ પોલીસ અધિકારીઓને યુનિફોર્મ સાથે શિસ્તનો આગ્રહ રાખ્યો છે.
આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર
આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત
આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ
આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો
આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા