Not Set/ મહાઠગ અશોક જાડેજાની સામે ઇડીની કોર્ટમાં ચાર્જફ્રેમ દાખલ

અમદાવાદ, કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અશોક જાડેજાની સામે આજે ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ જજની સમક્ષ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વર્ષ 2009 દરમિયાન અશોક જાડેજાની સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયા બાદ તેની લાખો રૂપિયાની બેનામી સંપત્તિ સામે આવી હતી. જે મામલે એન્ફોસમેન્ટ ડાયરેક્ટરેટની ટીમે અશોક જાડેજાની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 71 મહાઠગ અશોક જાડેજાની સામે ઇડીની કોર્ટમાં ચાર્જફ્રેમ દાખલ

અમદાવાદ,

કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અશોક જાડેજાની સામે આજે ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ જજની સમક્ષ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

વર્ષ 2009 દરમિયાન અશોક જાડેજાની સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયા બાદ તેની લાખો રૂપિયાની બેનામી સંપત્તિ સામે આવી હતી. જે મામલે એન્ફોસમેન્ટ ડાયરેક્ટરેટની ટીમે અશોક જાડેજાની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

તેની સામે વર્ષ 2013માં બેનામી સંપત્તિ રાખવાના કેસમાં ધરપકડ કરીને તેને ઇડીની સ્પેશિયલ કોર્ટની સમક્ષ રજુ કર્યું હતું. જ્યાં તેની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તે મામલે તેને ચાર વર્ષ બાદ જામીન કોર્ટે આપ્યા હતા.

જ્યારે આજે પ્રિન્સિપાલ જજની સમક્ષ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો બીજી તરફ ઇડીએ અશોક જાડેજાની સામે બીજો એક બેનામી સંપત્તિ ગુનો વર્ષ 2018 દરમિયાન નોંધ્યો હતો. તે મામલે તેમને તપાસ ની જરૂર હોવાથી તેમણે અશોક જાડેજાની અટકાયત કરી હતી.

કાયદાકીય નિષ્ણાતો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઇડીની તપાસ પદ્ધતિમાં એવો નિયમ છે કે જ્યાં સુધી ઇડી કોર્ટના પ્રિન્સિપાલ જજ આરોપીને જામીન પર મુક્ત ન કરે ત્યાં સુધી આરોપીની કસ્ટડી ઇડીની જોડે જ રાખવાની હોય છે.

એટલે આ મામલામાં જ્યારે અશોક જાડેજાને બીજા ગુનામાં ઇડીએ ધરપકડ કરી છે ત્યારે હવે જોવાનું એ છે કે કોર્ટ અશોક જાડેજાના જામીન આગામી દિવસોમાં મંજુર કરશે કે કેમ??? તેની પર હવે બધાની નજર રહેશે.