Ahmedabad News: નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી હતો. જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હોવાનો આરોપ હતો.
અંબાજી પ્રસાદ મામલે જતીન શાહની પોલીસે ધરપકડ કરી હતી. આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વેપાર ધંધાને કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાતને લઈ નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જતીન શાહે ક્યા કારણોસર અંતિમ પગલુ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે જતીન શાહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંબાજી મંદિરમાં મોહનથાળમાં વપરાયેલો ઘીનો જથ્થો અમદાવાદના દિલ્લી દરવાજા નજીક આવેલી નીલકંઠ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખરીદવામાં આવ્યો હતો. અંબાજી પોલીસે અમદાવાદ પહોંચી 3 ડબા ઘી જપ્ત કર્યું હતું. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગની ટીમે પણ નીલકંઠ ટ્રેડર્સ ખાતે દરોડા પાડ્યા હતા અને ઘીના સેમ્પલ પણ લીધા હતા. હવે આ નીલકંઠ ટ્રેડર્સના માલિકે આપઘાત કરી લીધો છે.
આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર
આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ
