સેમસંગના સ્માર્ટફોન પર ભારે છૂટ મળી રહી છે. કંપનીની અધિકારીક વેબસાઈટ પર પણ ઘણી ઓફર જોવા મળી રહી છે. Galaxy S9 કંપનીનો ફ્લેગશીપ સ્માર્ટફોન છે. અને બેસ્ટ એન્ડ્રોઈડ સ્માર્ટફોન માનો એક છે. આ ફોન પર કુલ મળીને 40,000 રૂપિયા સુધીની ઓફર મળી રહી છે. આપને જણાવી દઈએ કે આપ આ ઓફરનો લાભ કઈ રીતે લઇ શકશો.
Galaxy S9ના 64GB વેરીયંટની કિંમત 57,990 રૂપિયા છે. આના પર કંપની 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક આપી રહી છે. ત્યારબાદ એચડીએફસી કાર્ડથી ખરીદી કરવા પર 6000 રૂપિયાનું વધારાનું કેશબેક આપવામાં આવે છે.

બીજી ઓફર એક્સચેન્જની છે. જુના સ્માર્ટફોનને એક્સચેન્જ કરાવીને 33,000 રૂપિયા સુધીની મહત્તમ છૂટ મળી શકે છે. જોકે, આ કિંમત જુના સ્માર્ટફોન પર આધાર રાખે છે કે ફોન કેટલો જુનો છે અને ફોનની કિંમત કેટલી છે.
મળી રહેલા બધા ડિસ્કાઉન્ટને જોડવામાં આવે તો લગભગ 50,000 રૂપિયા થાય છે. મતલબ Galaxy S9 ફક્ત 7,990 રૂપિયાની ઇફેક્ટીવ કિંમત પર મળી રહ્યો છે. જિઓ ફોન બાદ ઇફેક્ટીવ કિંમત વાળો કોન્સેપ્ટ ખુબ ચાલી રહ્યો છે.

સેમસંગની આ ઓફર પરની શરતોની વાત કરીએ તો 90 દિવસમાં આપને કેશબેક આપવામાં આવશે. આ ઓફર Galaxy S9ના બીજા વેરીયંટ પર પણ ઉપલબ્ધ છે.
