Not Set/ બાંગ્લાદેશની ટીમે માત્ર ૪૩ રનમાં જ તંબુભેગી થઈ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

એન્ટીગુઆ, વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે એન્ટીગુઆમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ કેરેબિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારતા માત્ર ૪૩ રનમાં જ તંબુભેગી થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ૪૪ વર્ષ બાદ એક રેકોર્ડ બન્યો છે ત્યારે કોઈ એશિયાઈ ટીમ પહેલીવાર […]

Trending Sports

એન્ટીગુઆ,

વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે એન્ટીગુઆમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ કેરેબિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારતા માત્ર ૪૩ રનમાં જ તંબુભેગી થઈ ગઈ હતી.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ૪૪ વર્ષ બાદ એક રેકોર્ડ બન્યો છે ત્યારે કોઈ એશિયાઈ ટીમ પહેલીવાર માત્ર ૨૦ ઓવરની અંદર જ ઓલ આઉટ થઈ ગઈ છે. આ પહેલા ૧૯૭૪માં ભારતીય ટીમ ઈંગ્લેંડ સામે ૧૭ ઓવરમાં માત્ર ૪૨ રન બનાવી શકી હતી.

કેરેબિયન ઝડપી બોલર કિમાર રોચે બાંગ્લાદેશના બોલરોની કમર તોડતા પાંચ વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશનો ૪૩ રનનો સ્કોર એક ઇનિંગ્સમાં સૌથી ઓછો સ્કોર રહ્યો છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડીઝ સામે પણ આ ટેસ્ટ ક્રિકેટનો આ સૌથી નિમ્ન સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશનો સૌથી ઓછો સ્કોર ૬૨ રન હતો. ૨૦૦૭માં બાંગ્લાદેશે શ્રીલંકા

માત્ર એક બેટ્સમેન ડબલ આંકડા સુધી પહોંચી શક્યો

એન્ટીગુઆ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમમો માત્ર એક જ બેટ્સમેન ડબલનો આંકડો પાર કરી શક્યા હતા. બાંગ્લાદેશ માટે માત્ર લિટન દાસે ૨૫ રન બનાવ્યા હતા, જયારે મહેમાન ટીમના પાંચ બેટ્સમેન પોતાનું ખાતું પણ ન ખોલાવી શક્ય હતા.