સુરત/ વેસુમાં વિધાર્થીએ દસમાં માળેથી લગાવી મોતની છલાંગ, પરિવારે મૃતકની આંખોનું કર્યું દાન

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા નંદનવન એપાર્ટમેન્ટમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો ખુશાલ દસમા માળેથી કૂદી ગયો હતો ખુશાલ આપઘાત કરી લેતા પરિવાર પણ શોકમા ગરકાવ થઈ ગયો હતો.

Gujarat Surat
આપઘાત
  • સુરતના વેસુમાં વિધાર્થીનો આપઘાત
  • નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતો હતો
  • બિલ્ડીંગ પરથી પડતું મુકી કર્યો આપઘાત
  • પરિવાર ઊંઘતો હતો ત્યારે કર્યો આપઘાત
  • સિક્યુરિટી ગાર્ડએ આપી પરિવારને જાણકારી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના વેસુ વિસ્તારમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી 17 વર્ષીય ખુશાલ નંદનવન એપાર્ટમેન્ટના દસમાં માળેથી નીચે કૂદી ગયો હતો નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રત થયો હતો તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ખુશાલ ને બંને આંખોનું દાન કરવામાં આવ્યું હતું.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા નંદનવન એપાર્ટમેન્ટમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો ખુશાલ દસમા માળેથી કૂદી ગયો હતો ખુશાલ આપઘાત કરી લેતા પરિવાર પણ શોકમા ગરકાવ થઈ ગયો હતો.ખુશાલનો પરિવાર નાસિક ખાતે ચાર દિવસ પહેલા લગ્નમાં ગયો હતો જ્યાં લગ્ન ખુશીથી પૂર્ણ કરી સાપુતારા ખાતે રાત્રી ભોજન કરી અને સુરત પહોંચ્યા હતા પરિવાર થાકી ગયો હોવાથી બધા સુવા માટે જતા રહ્યા હતા તે દરમિયાન રાત્રિના 11:00 વાગ્યા આસપાસ ખુશાલે દસમાં માળેથી નીચે ઝંપલાવ્યું હતું. ખુશાલ નીચે ફટકાતા સિક્યુરિટી ગાર્ડ બૂમાબૂમ કરી દીધી હતી.

ઘટનાની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક જ ખુશાલને લઇ નજીકની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં લઈ જવામાં આવ્યો હતો જો કે ત્યાં ફરજ પરના તબીબે ખુશાલ ને મૃત જાહેર કર્યો હતો 17 વર્ષે ખુશાલે આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. મહત્વનું છે કે સમગ્ર મામલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જોકે પરિવારે મૃતક ખુશાલની આંખોનું દાન કરી માનવતા મહેકાવી હતી.


whatsapp ad White Font big size 2 4 વેસુમાં વિધાર્થીએ દસમાં માળેથી લગાવી મોતની છલાંગ, પરિવારે મૃતકની આંખોનું કર્યું દાન


 

આ પણ વાંચો:ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

આ પણ વાંચો:AAP પછી BAPનો જલવો… ત્રણ મહિના પહેલા બનેલી પાર્ટીએ જીતનું રણશિંગુ ફૂંક્યું

આ પણ વાંચો:મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ, સરકારને ખોટા ડેટા આપ્યાનો ખુલાસો