Kadi-APMC-Election/ કડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઃ ભાજપનો ભગવો લહેરાયો

મહેસાણા કડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની તમામ દસ બેઠક પર ભાજપનો વિજય થયો છે. આ ચૂંટણીમાં ભાજપના બધા ઉમેદવારોનો વિજય થયો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 12 1 કડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઃ ભાજપનો ભગવો લહેરાયો

કડીઃ મહેસાણા કડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની તમામ દસ બેઠક પર ભાજપનો વિજય થયો છે. આ ચૂંટણીમાં ભાજપના બધા ઉમેદવારોનો વિજય થયો છે.

કડી માર્કેટિંગ યાર્ડનીચૂંટણીમાં ખેડૂત વિભાગની દસ બેઠક માટે 93 ટકા મતદાન થયું હતું. ભાજપના વિજય પર નીતિન પટેલે જણાવ્યું હતું કે કડી માર્કેટ યાર્ડમાં ભાજપનો વિજય થયો છે. સીએમ ભુપેન્દ્ર પટેલે આપણું માર્ગદર્શન કર્યુ. કડીના ખેડૂતો, વેપારીઓ ભાજપને વરેલા છે. કડીમાં ભાજપ સિવાય કોઈનું ચાલતું નથી. પણ આ વખતે ભાજપમાંથી વધુ દાવેદારો જોઈને કોંગ્રેસવાળા ફોર્મમાં આવ્યા હતા, પરંતુ તેમનું ફોર્મ ત્યાંને ત્યાં રહી ગયું છે.

ખેડૂત વિભાગની બધી દસ બેઠક ભાજપ જીત્યું હતું અને કોંગ્રેસના બે ઉમેદવારો હાર્યા હતા. અગાઉની પાંચ બેઠક બિનહરીફ થઈ હતી. ખેડૂત વિભાગના જીતેલા ઉમેદવારમાં શૈલેષ ઠાકોર, ગિરીશભાઈ પટેલ, ઘનશ્યામ પટેલ, શૈલેષ ઠાકોર, જીતેન્દ્ર કુમાર પટેલ, જગદીશ પટેલ, શૈલેષકુમાર પટેલ, પ્રહલાદભાઈ પટેલ અને સંદીપકુમાર પટેલનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં કુલ 25 ઉમેદવાર મેદાનમાં હતા. તેમા ભાજપના દસ અને કોંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે સીધો જંગ હતો. કડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર અને ખરીદ વેચાણ સંઘની એક મળીને કુલ પાંચ બેઠક પર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. તેમા ભૂતપૂર્વ ધારાસભ્ય અને નાયબ સેમ નીતિન પટેલનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ