કોરોના/ બિહારના નાલંદા મેડિકલ હોસ્પિટલના 17 જુનિયર ડોક્ટરો કોરોના સંક્રિમત

નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના 17 જુનિયર ડોક્ટરો કોરોના પોઝિટિવ મળ્યા છે.  શનિવારે હોસ્પિટલમાં 75 જુનિયર ડોકટરોના નમૂના લેવામાં આવ્યા હતા,

Top Stories India
corona 1 બિહારના નાલંદા મેડિકલ હોસ્પિટલના 17 જુનિયર ડોક્ટરો કોરોના સંક્રિમત

બિહારની રાજધાની પટનાની નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના 17 જુનિયર ડોક્ટરો કોરોના પોઝિટિવ મળ્યા છે.  શનિવારે હોસ્પિટલમાં 75 જુનિયર ડોકટરોના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 17 ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એન્ટિજેન ટેસ્ટ કીટ દ્વારા પોઝિટિવ હોવાનું તબીબોએ તપાસ્યું હતું. આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.વિનોદે જણાવ્યું હતું કે પોઝિટિવ આવતા તમામ તબીબોના સેમ્પલ આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે પોઝિટિવ મળી આવેલા તમામ જુનિયર ડોક્ટરો પીજી અને ઈન્ટર્નશિપ કરવાના છે. આ તમામ ડોક્ટરો હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં ફરજ બજાવતા હતા. ડો. વિનોદે જણાવ્યું કે કોરોના વોર્ડમાં એક જ દર્દી છે. પરંતુ અચાનક જ આટલી મોટી સંખ્યામાં ડોકટરો કોરોના પોઝિટિવ મળી આવતા NMCHમાં ખળભળાટ મચી ગયો છે.

દેશમાં ફરી એકવાર જીવલેણ કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આ સાથે જ કોરોનાનાં સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ સામે આવવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 27,553 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમ્યાન 284 લોકોનાં મોત થયા છે. વળી, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 1525 કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોનાનો કહેર વધતા લોકોમાં ફફડાટ પૈદા થઇ ગયો છે. દરરોજ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સમગ્ર દેશમાં કોરોના કેસની સંખ્યા 27 હજારને વટાવી ગઈ છે. આ પહેલા શનિવારે દેશનાં મોટા શહેરોમાં કોરોનાની ખતરનાક ગતિ જોવા મળી હતી. આમાં મુંબઈમાં 6347, દિલ્હીમાં 2716 અને કોલકાતામાં 2398 કેસ નોંધાયા. આ સાથે નવા વેરિઅન્ટ Omicron નાં કેસ પણ જોર પકડવા લાગ્યા છે. સમગ્ર દેશની વાત કરીએ તો અહીં ઓમિક્રોનનાં દર્દીઓની સંખ્યા 1500 ને વટાવી ગઈ છે. આમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં તેની સંખ્યા 460 છે.