Not Set/ J&K/ કુપવાડામાં LOC ની નજીક માર્યા ગયા બે આતંકી, ઘુસપેઠની હતી તૈયારી

શનિવારે સેનાએ ઉત્તર કાશ્મીરનાં કુપવાડામાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. કુપવાડા જિલ્લાનાં હંદવારાનાં નૌગામ સેક્ટરમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન, બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની પાસેથી વિશાળ માત્રામાં હથિયારો મળી આવ્યા છે. શ્રીનગરમાં સેનાનાં જનસંપર્ક અધિકારી (પીઆરઓ) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પીઆરઓએ કહ્યું કે, શનિવારે સવારે […]

India
536d1d8903ccd39f8396be0ac3d51acf J&K/ કુપવાડામાં LOC ની નજીક માર્યા ગયા બે આતંકી, ઘુસપેઠની હતી તૈયારી
536d1d8903ccd39f8396be0ac3d51acf J&K/ કુપવાડામાં LOC ની નજીક માર્યા ગયા બે આતંકી, ઘુસપેઠની હતી તૈયારી

શનિવારે સેનાએ ઉત્તર કાશ્મીરનાં કુપવાડામાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. કુપવાડા જિલ્લાનાં હંદવારાનાં નૌગામ સેક્ટરમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન, બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની પાસેથી વિશાળ માત્રામાં હથિયારો મળી આવ્યા છે.

શ્રીનગરમાં સેનાનાં જનસંપર્ક અધિકારી (પીઆરઓ) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પીઆરઓએ કહ્યું કે, શનિવારે સવારે સૈનિકોએ નૌગામ સેક્ટરમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોઇ હતી. લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પરની પ્રવૃત્તિઓ પછી જવાનોએ કામગીરી શરૂ કરી હતી. આ કામગીરીમાં બે એકે-47 રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.