Political/ રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યુ- ભારત સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાઓ જોતી નથી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અવાર-નવાર કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવતા રહે છે. આજે ફરી તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતા ટ્વીટ કર્યુ હતુ.

Top Stories India
rahul ghandhi રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યુ- ભારત સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાઓ જોતી નથી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અવાર-નવાર કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવતા રહે છે. આજે ફરી તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતા ટ્વીટ કર્યુ હતુ. રાહુલ ગાંધીએ મંગળવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) મુલતવી રાખવાની માંગ કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓને યોગ્ય તક મળવી જોઈએ. તેમણે ટ્વિટ કર્યું કે, “ભારત સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાઓ જોતી નથી. NEET પરીક્ષા મુલતવી રાખો. વિદ્યાર્થીઓને યોગ્ય તક આપો.”

આ પણ વાંચો – રાજ્યાભિષેક માટે માંગ / યુથ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો, કહ્યું- રાહુલ ગાંધીને ફરીથી પાર્ટીની જવાબદારી સોંપવી જોઈએ

આપને જણાવી દઇએ કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા 2021 મુલતવી રાખવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મેડિકલ કોલેજો (અંડરગ્રેજ્યુએટ કોર્સ) માં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 12 સપ્ટેમ્બર 2021 નાં ​​રોજ યોજાશે. સીબીએસઈ બોર્ડની કમ્પાર્ટમેન્ટ/ખાનગી/પત્રવ્યવહાર પરીક્ષામાં ઉપસ્થિત થયેલા વિદ્યાર્થીઓનાં ગ્રુપ દ્વારા NEET પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઉમેદવારોને કહ્યું કે, તેઓ આ સંબંધમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને ઓપ્ટ આઉટ વિકલ્પ આપવાના સંબંધમાં ભલામણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે NTA ને વિદ્યાર્થીઓની ચિંતાઓનો યોગ્ય રીતે ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ એએમ ખાનવિલકર, ઋષિકેશ રોય અને સીટી રવિ કુમારની ખંડપીઠે કહ્યું કે, NEET મુલતવી રાખવાના કોઈપણ નિર્ણયથી પરીક્ષા માટે નોંધણી કરાવનાર 16 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. આ ઉપરાંત, પરીક્ષા મુલતવી રાખવાથી અન્ય પરીક્ષાઓ સાથે પણ સંઘર્ષ થઈ શકે છે.

આ પણ વાંચો – Inflation / RSS સાથે જોડાયેલ સંગઠનના વિરોધના સુર! પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી અને સરકારી સંપત્તિમાંથી નાણાં કમાવવા સામે વિરોધ કરશે

આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ પદ માટે મૂંઝવણ ચાલી રહી છે. 2019 ની લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનીને આ જવાબદારી સંભાળી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સહિત ઘણા લોકો અવારનવાર રાહુલને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માગણી કરતા આવ્યા છે. જો કે, તમામ કોંગ્રેસી નેતાઓ આ મુદ્દે સમાન અભિપ્રાય ધરાવતા નથી.