Not Set/ #Lockdown/ આજથી ખુલશે દારૂની દુકાન, લોકો ખરીદતા પહેલા રાખે આ ધ્યાન

સમગ્ર દેશમાં આજથી લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યુ છે. આજથી દેશમાં ઘણી દુકાનો ખુલી રહી છે જેમા દારૂની દુકાન પણ ખોલવામાં આવશે. આ સમાચાર સામે આવતા જ સવારથી જ દારૂ પ્રેમીઓની લાંબી લાઇન દુકાનો પર જોવા મળી રહી છે. બીજી તરફ, આબકારી ખાતાએ દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવા માટેની કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા […]

India
630c179445459910d047c1bdddfb9bc4 #Lockdown/ આજથી ખુલશે દારૂની દુકાન, લોકો ખરીદતા પહેલા રાખે આ ધ્યાન
630c179445459910d047c1bdddfb9bc4 #Lockdown/ આજથી ખુલશે દારૂની દુકાન, લોકો ખરીદતા પહેલા રાખે આ ધ્યાન

સમગ્ર દેશમાં આજથી લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યુ છે. આજથી દેશમાં ઘણી દુકાનો ખુલી રહી છે જેમા દારૂની દુકાન પણ ખોલવામાં આવશે. આ સમાચાર સામે આવતા જ સવારથી જ દારૂ પ્રેમીઓની લાંબી લાઇન દુકાનો પર જોવા મળી રહી છે. બીજી તરફ, આબકારી ખાતાએ દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવા માટેની કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા મુજબ મોલ, માર્કેટ કોમ્પ્લેક્સ અને બજારોમાં દારૂની દુકાનો બંધ રહેશે. L-6 અને L-8 લાયસન્સવાળી દુકાનો, જેમની સૂચિ દિલ્હી સરકારનાં સંબંધિત વિભાગો દ્વારા સુપરત કરવામાં આવી છે, આવી બધી દુકાનો (જે રેડ ઝોનમાં છે પણ કન્ટેનમેન્ટ ક્ષેત્રની બહારની છે) સવારે 9 થી સાંજનાં 6.30 સુધી ખુલ્લી રહેશે.

d5fcf1e78f3cda70fe538ba270af5c3a #Lockdown/ આજથી ખુલશે દારૂની દુકાન, લોકો ખરીદતા પહેલા રાખે આ ધ્યાન

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં માર્ગદર્શિકા અનુસાર, દુકાન ખોલવાની જવાબદારી સંબંધિત વિભાગો DSIIDC, DTTDC, DSCSC, DCCWS) ની રહેશે. દરેક દુકાનની બહાર પર્યાપ્ત સંખ્યામાં માર્શલો તૈનાત કરવામાં આવશે અને એક સમયે 5 થી વધુ લોકો એક દુકાનની બહાર ભેગા થઈ શકશે નહીં. બોંડેડ વેરહાઉસ (L-1 અને L-1F) ને સવારે 7 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી 33% સ્ટાફની સ્ટ્રેન્થ સાથે ખોલવાની મંજૂરી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશથી સમાચાર છે કે યોગી આદિત્યનાથ સરકારે આજથી દારૂનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

જુઓે બેંગલુરુમાં શું છે સ્થિતિ

લોકડાઉનમાં પણ, હોટસ્પોટનાં કન્ટેમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં આજથી દારૂનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. જો કે, હોટલ અને રેસ્ટોરન્ટ્સ બારમાં દારૂ વેચવાની મંજૂરી નથી. સરકારે દારૂનાં વેચાણ માટે કેટલીક શરતો પણ મૂકી છે. દારૂનું વેચાણ સવારે 10 થી સાંજનાં 7 વાગ્યા સુધી જ કરવામાં આવશે. આ સમય દરમિયાન લોકોએ સામાજિક અંતરને અનુસરવું પડશે.

દિલ્હીનાં લક્ષ્મીનગર વિસ્તારમાં લોકોની ભારે ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.