Not Set/ National Street Food Festival : એક જ જગ્યાએ માણી શકશો ૨૩ રાજ્યોની પ્રખ્યાત વાનગીઓ

દર વર્ષે દિલ્લીમાં નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા દ્વારા ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ઇન્ડિયા ગેટ પાસે આજથી આ ફૂડ ફેસ્ટીવલ ચાલુ થઇ ગયો છે. ત્રણ દિવસના આ ફૂડ ફેસ્ટીવલમાં દેશના ૨૩ રાજ્યોએ ભાગ લીધો છે. આ ૧૦મો ફૂડ ફેસ્ટીવલ છે. ૧૪ થી ૧૬ ડીસેમ્બરસુધી ઇન્દીરા ગાંધી નેશનલ સેન્ટર ફોર […]

Top Stories Food India Trending Lifestyle
361 National Street Food Festival : એક જ જગ્યાએ માણી શકશો ૨૩ રાજ્યોની પ્રખ્યાત વાનગીઓ

દર વર્ષે દિલ્લીમાં નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા દ્વારા ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ઇન્ડિયા ગેટ પાસે આજથી આ ફૂડ ફેસ્ટીવલ ચાલુ થઇ ગયો છે. ત્રણ દિવસના આ ફૂડ ફેસ્ટીવલમાં દેશના ૨૩ રાજ્યોએ ભાગ લીધો છે.

આ ૧૦મો ફૂડ ફેસ્ટીવલ છે.

૧૪ થી ૧૬ ડીસેમ્બરસુધી ઇન્દીરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસમાં આ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.200 પ્રકારની વાનગીમાં શાકાહારી અને માંસાહારી ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ફૂડ ફેસ્ટીવલમાં જવા માટે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી નથી. બપોરના ૧૨ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી આ ફૂડ ફેસ્ટીવલની મજા તમે લઇ શકશો.

ગાંધીજી પર આ ફૂડ ફેસ્તીવલમાં એક વિશેષ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. અહી તમે પ્રથમ વખત ગાંધી થાળીનો સ્વાદ માણી શકશો.

એક જ જગ્યાએ તમે ભારતની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ માણી શકશો.

તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યનો સ્ટોલ પણ આ ફૂડ ફેસ્ટીવલમાં છે જેમાં દાબેલી, ખાખરા, વડા પાંવ, સેવ ઉસળ, પાપડી અને આલુ પૂરીનો સ્વાદ માણી શકશો.