મતદાન/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન પહેલા યુગલ દંપતીઓએ મતદાનની નિભાવી ફરજ

દુલ્હા – દુલ્હને પરણવા જતાં પહેલા કર્યું વોટિંગ, નિભાવી લોકશાહીની ફરજ

Top Stories Gujarat Others
A 388 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન પહેલા યુગલ દંપતીઓએ મતદાનની નિભાવી ફરજ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે. હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે. આ દરમિયાન આજે અમુક જગ્યાએ વરરાજાએ પરણવા જતાં પહેલા વોટિંગ કર્યુ હતું. નસવાડી તાલુકાકાના હરિપુરા ગામમાં એક આદિવાસી વરરાજાએ પોતાની મતદાનની ફરજને નિભાવતા પ્રથમ મતદાન કર્યું છે. જોકે, તેની ખાસ વાત એ છે કે, આજે જ તેના લગ્ન છે અને આજે તેના જીવનનું પહેલુ મતદાન છે. ત્યારે તેણે લગ્ન ટાંણે પણ મતદાન કરવાની ફરજ બજાવી હતી.

આજે લગ્ન, અને આજે જ જિંદગીનું પહેલુ મતદાન

તો બીજી બાજુ બોટાદના ઉગામેડી ગામના વરરાજાએ લગ્નના મુહૂર્ત પહેલા વરરાજાએ મતદાન કર્યુ હતું. વરરાજાની જાન અમરેલી જિલ્લાના વાકીયા સુખપર ગામે જવાની છે, તે પહેલા વોટિંગ કરીને પોતાની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ વરરાજાએ તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.

Gujarat Panchayat Election 2021: બોટાદના વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને શું કરી અપીલ? જાણો વિગત

અમરેલીમાં લોકશાહીના પર્વની મુસ્લિમ સમાજના વરરાજા દ્વારા ઉજવણી કરાઈ. મતદાનની ફરજ અદા કરવા મુસ્લિમ પરિવારના નિકાહ એક કલાક મોડા કરાયા હતા. ગાધકડા ગામના એક પરિવારે જાનની બસ લઈને મુસ્લિમ પરિવાર બુથ પર પહોંચ્યો હતો. વરરાજા સહિત સમગ્ર પરિવારે બારાતમાં જતા પહેલા લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. મોહસીન ખોખર નામના વરરાજાએ મતદાન કરી નિકાહનો સમય પાછો ઠેલવ્યો હતો.

મતદાન માટે નિકાહનો સમય પાછો ઠેલવ્યો

ગાંધીનગરનાં દહેગામમાં સાત ફેરા પહેલા વરરાજા મતદાનની ફરજ પુરી કરવા પહોંચ્યો હતો. મતદાનની શરૂઆતનાં પ્રાથમિક કલાકમાં જ વરરાજા તેમજ તેમનું પરિવાર મતદાનની ફરજ પુરી કરવા માટે આવ્યા હતા. વરરાજાની માતાએ જણાવ્યું કે જેમ લગ્ન પ્રસંગ છે તેમ જ મતદાન પણ તેમના માટે એક પ્રસંગ છે એટલે જે તે સૌથી પહેલા મતદાન કરવા માટે પહોચ્યા છે.

dehgam groom voting zee સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન પહેલા યુગલ દંપતીઓએ મતદાનની નિભાવી ફરજ

ગોંડલના બિલીયાળા ગામમાં પણ લગ્ન પહેલા દુલ્હા – દુલ્હન મતદાન કરવા પહોંચ્યા હતા.

gondal biliyala voting zee1 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન પહેલા યુગલ દંપતીઓએ મતદાનની નિભાવી ફરજ

વડોદરાના પાદરામાં નગર પાલિકા મતદાનમાં દુલ્હન મતદાન કરવા માટે પહોંચી હતી. હળદી સેરેમની પહેલા દુલ્હન વોર્ડ નંબર 3માં મતદાન કરવા આવી હતી.

પીઠી ચોળીની વિધિ પહેલા કન્યા પહોંચી મતદાન બૂથ

આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.