Not Set/ સુરતના એએસઆઇની દંબગાઇનો આ વીડીયો જોશો તો ખાખી વર્દી માટે થઇ જશે નફરત

સુરત,  સુરતમાં એક પોલિસ કર્મીએ નાની વાતમાં જાહેરમાં કેવું હિંસક વર્તન કર્યું છે, તેનો વીડીયો સામે આવ્યો છે. સુરતના પ્રજાના રક્ષક એવા આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરની દબંગાઇ સામે આવી છે. એએસઆઇ જ્યારે પેટ્રોલ પુરાવવા ગયો ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીએ એકટિવા આગળ લેવાનું ક્હ્યું હતું. પરંતુ એએસઆઇએ એકટિવા આગળ ન લેતા પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ પુરવા માટે ના પાડી હતી. ત્યારબાદ […]

Top Stories
sddefault 6 સુરતના એએસઆઇની દંબગાઇનો આ વીડીયો જોશો તો ખાખી વર્દી માટે થઇ જશે નફરત

સુરત, 

સુરતમાં એક પોલિસ કર્મીએ નાની વાતમાં જાહેરમાં કેવું હિંસક વર્તન કર્યું છે, તેનો વીડીયો સામે આવ્યો છે. સુરતના પ્રજાના રક્ષક એવા આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરની દબંગાઇ સામે આવી છેએએસઆઇ જ્યારે પેટ્રોલ પુરાવવા ગયો ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીએ એકટિવા આગળ લેવાનું ક્હ્યું હતુંપરંતુ એએસઆઇએ એકટિવા આગળ ન લેતા પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ પુરવા માટે ના પાડી હતીત્યારબાદ સત્તાનો પાવર બતાવીને એએસઆઇએ જાહેરમાં પ્રેટ્રોલ પંપના કર્મચારીનું ગળું પકડ્યું હતું અને ગોળી મારીને જાનથી મારી નાખવની ધમકી આપી હતી.

 વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે આવેલા રિલાયન્સના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે ગયેલા ચોક બજાર પોલીસ સ્ટેશનના એએસઆઈ નાનુ ભાણાને ગાડી આગળ લેવાનું કહેતાપેટ્રોલ પંપના કર્મચારી પર પિસ્તોલ તાકી દીધી અને ગોળી મારી દેવાની ધમકી આપી જાહેરમાં ઢોરમાર માર્યો છે.

જો કે, આ સમગ્ર ઘટના તીસરી આંખ ગણાતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતીઆ ઘટનાનો વીડીયો પણ સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો.

વેડરોડ ભવાની નગર સોસાયટી ખાતે રહેતો પંકજકુમાર રાજપુત વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે આવેલા રિલાયન્સના પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. શુક્રવારે સાંજે તે પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. ત્યારે ચોક બજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ નાનુ ભાણા સાદા ડ્રેસમાં એકટિવા લઈ પંપ પર પહોંચ્યા હતા. એકટિવા થોડું પાછળ હોવાથી, પેટ્રોલ પંપની નોઝલ પહોંચી શકે તેમ ન હોવાથી, પંકજકુમારે તેમને એકટિવા આગળ લેવા કહ્યું હતું.

એએસઆઇએ તુમાખીમાં મોપેડ આગળ લેવાની ના પાડી, ત્યાં જ પેટ્રોલ પુરવાની હઠ પકડી હતી. પંકજકુમારે પેટ્રોલ પુરી આપવાનો ઈન્કાર કરી દેતા નાનુ ભાણા ઉશ્કેરાઈ ગયા હતા. ગુસ્સામાં પંકજકુમારનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં માર માર્યો હતો. બબાલ વધતી જોઇને પેટ્રોલ પંપના મેનેજર ત્યાં દોડી ગયા હતા. એએસઆઈ નાનુ ભાણાને સમજાવાની કોશિશ કરી હતી, તેમજ માફી પણ માંગી હતી.

જોકે, જમાદારને જાણે શૂરાતન ચઢી ગયું હતું. તે પંકજ કુમારને પેટ્રોલ પંપની ઓફિસમાં લઇ ગયા હતા. ઓફિસમાં પણ માર મારીને ત્યાં તો સીધી પિસ્તોલ તાકીનેગોળી મારી દેવાની ધમકી આપી હતી. આટલાથી પણ જમાદારને સંતોષ ન થતાં, પંકજકુમારને, રીઢો આરોપી હોય તે રીતે, કમરમાંથી પકડીને સાથે બહાર લઈ ગયા હતા. પેટ્રોલ પંપની બહાર જાહેર રોડ પર બધાની સામે ફરી ઢોર માર માર્યો હતો. ત્યાર પછી પોલીસ મથકે પણ લઈ જઇ ફરી માર્યો હતો.

જોકે, તે જ અરસામાં પેટ્રોલ પંપના ત્રણ સીસી ટીવીના ફૂટેજ વાયરલ થતા મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવ્યો હતો. દબાણ આવતા પંકજકુમારને છોડી દેવાયો છે. બીજી બાજુ, પંકજકુમારે જમાદાર સામે ફરિયાદ નોંધાવવાનું કહેતા, તેને એએસઆઇએ તેની સામે જ ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી. આખરે મામલો રફેદફે થઈ ગયો હતો.