Not Set/ સિડનીમાં ધોનીનો ધમાકો, ફિફ્ટી ફટકારવાની સાથે જ હાંસલ કરી આ ખાસ ઉપલબ્ધિ

સિડની, સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. યજમાન કાંગારું ટીમ દ્વારા આપવામાં આવેલા ૨૮૯ રનના ટાર્ગેટ બાદ ધોનીએ મેદાને ઉતરવાની સાથે જ વન-ડે ક્રિકેટમાં ૧૦,૦૦૦ હજાર રન પૂર્ણ કર્યા છે. એમ એસ ધોનીને આ ખાસ […]

Top Stories Trending Sports
DwsansrUcAUd1 T સિડનીમાં ધોનીનો ધમાકો, ફિફ્ટી ફટકારવાની સાથે જ હાંસલ કરી આ ખાસ ઉપલબ્ધિ

સિડની,

સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. યજમાન કાંગારું ટીમ દ્વારા આપવામાં આવેલા ૨૮૯ રનના ટાર્ગેટ બાદ ધોનીએ મેદાને ઉતરવાની સાથે જ વન-ડે ક્રિકેટમાં ૧૦,૦૦૦ હજાર રન પૂર્ણ કર્યા છે.

Dws3HYNVAAofMy1 સિડનીમાં ધોનીનો ધમાકો, ફિફ્ટી ફટકારવાની સાથે જ હાંસલ કરી આ ખાસ ઉપલબ્ધિ

એમ એસ ધોનીને આ ખાસ મુકામ હાંસલ કરવા માટે ૨ મહિનાની રાહ જોવી પડી છે. આ પહેલા ગત વર્ષે નવેમ્બર મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી વન-ડેમાં આ રેકોર્ડ બનાવવાથી ધોની ચુકી ગયો હતો, ત્યાતે હવે સિડની વન-ડેમાં માત્ર ૧ રન બનાવવાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી છે.

આ સાથે જ એમ એસ ધોની ભારતનો પાંચમો ક્રિકેટર બની ગયો છે જેઓએ વન-ડે ક્રિકેટમાં ૧૦,૦૦૦ હજાર રન પૂર્ણ કર્યા છે. આ પહેલા સચિન તેંડુલકર (૧૮૪૨૬ રન), સૌરવ ગાંગુલી (૧૧૩૬૩ રન), રાહુલ દ્રવિડ (૧૦૮૮૯ રન), વિરાટ કોહલી (૧૦૨૩૫ રન) પૂર્ણ કરી ચુક્યા છે.

જોવામાં આવે તો, એમ એસ ધોનીના નામે વન-ડે ક્રિકેટમાં ૧૦ ૧૦,૨૦૩ રન છે, પરંતુ આ કુલ રનમાંથી ૧૭૪ રન એશિયાઈ ઈલેવન માટે બનાવ્યા હતા.