Mumbai/ 100 કરોડના વસૂલી કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને CBIનું તેડુ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની વધી મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને આજે CBI દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 100 કરોડના વસૂલી કેસમાં પૂછપરછ માટે અનિલ દેશમુખને CBIએ કસ્ટડીમાં લીધા છે.

Top Stories India
અનિલ દેશમુખ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની વધી મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને આજે CBI દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 100 કરોડના વસૂલી કેસમાં પૂછપરછ માટે અનિલ દેશમુખને CBIએ કસ્ટડીમાં લીધા છે. CBI તેને થોડીવારમાં મુંબઈની આર્થર રોડ જેલમાંથી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે.

અગાઉ, સીબીઆઈએ અનિલ દેશમુખના પીએ કુંદન શિંદે અને પીએસ સંજીવ પલાંડેને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. CBIએ તળોજા જેલમાંથી બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને પણ કસ્ટડીમાં લીધા છે. 100 કરોડના વસૂલી કેસમાં આ તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. CBIએ અનિલ દેશમુખને તેમની સાથે કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ આ દરમિયાન આર્થર રોડ જેલમાં દેશમુખની તબિયત બગડી હતી. આ પછી તેને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ખભા પર સર્જરી કરવામાં આવી હતી. જો કે ગઈ કાલે તેમને જેજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારે આજે CBIએ તેને આર્થર રોડ જેલમાંથી પોતાની કસ્ટડીમાં લીધા છે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ગૃહ પ્રધાન તરીકે સચિન વાઝે સહિતના પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કર્યો હતો. તેઓએ તેમને મુંબઈના રેસ્ટોરન્ટ અને બારમાંથી 100 કરોડની વસૂલાત કરવા માટે કહ્યુ હતુ. આ આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

આ પણ વાંચો:NCP સુપ્રીમો શરદ પવાર PM મોદીને મળ્યા, જાણો બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ

આ પણ વાંચો:સંજય રાઉતે કિરીટ સોમૈયા પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ, કહ્યું ‘દેશદ્રોહ’