Not Set/ મોબ લિન્ચિંગની ઘટનામાં વધુ એક ઉમેરો, 2 એન્જિનિયરોને બાળક ચોરીનાં આરોપમાં ભીડે આપી સજા

દેશમાં આજે ભીડતંત્ર પૂરી રીતે હાવી થઇ ગયુ છે. કાયદાનો જાણે હવે કોઇને ડર જ રહ્યો નથી. ઉત્તર પ્રદેશ બાદ હવે બાળક ચોરીની અફવા પર ભીડ દ્વારા મારવાનો મામલો બિહારથી સામે આવ્યો છે. બિહારનાં સમસ્તીપુર જિલ્લામાં બાળક ચોરીની શંકાનાં આધારે સ્થાનિક લોકો દ્વારા 2 લોકોને ભારે માર મારવામાં આવ્યો હતો. બંનેની ઓળખ ભારતીય રેલ્વેમાં કામ […]

Top Stories India
bihar mob મોબ લિન્ચિંગની ઘટનામાં વધુ એક ઉમેરો, 2 એન્જિનિયરોને બાળક ચોરીનાં આરોપમાં ભીડે આપી સજા

દેશમાં આજે ભીડતંત્ર પૂરી રીતે હાવી થઇ ગયુ છે. કાયદાનો જાણે હવે કોઇને ડર જ રહ્યો નથી. ઉત્તર પ્રદેશ બાદ હવે બાળક ચોરીની અફવા પર ભીડ દ્વારા મારવાનો મામલો બિહારથી સામે આવ્યો છે. બિહારનાં સમસ્તીપુર જિલ્લામાં બાળક ચોરીની શંકાનાં આધારે સ્થાનિક લોકો દ્વારા 2 લોકોને ભારે માર મારવામાં આવ્યો હતો. બંનેની ઓળખ ભારતીય રેલ્વેમાં કામ કરતા એન્જિનિયરો તરીકે થઈ હતી.

અહેવાલ મુજબ, બંને એન્જિનિયરો તે સ્થળ પર રેલ્વે પ્રોજેક્ટની દેખરેખ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક સ્થાનિકોએ તેમના વિશે અફવાહ ફેલાવી કે તેઓ બાળકની ચોરી કરતી ગેંગનાં સભ્યો છે. ત્યારબાદ સ્થાનિકોનાં ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને તેમના મોબાઇલ ફોન પણ છીનવી લીધા હતા. ટોળાએ બંનેને નિર્દયતાથી માર માર્યા બાદ જ પીડિતોને પોલીસને હવાલે કર્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસ અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે, બંને પીડિતો ભારતીય રેલ્વેમાં એન્જિનિયર હતા. પીડિતોની ફરિયાદ ઉપર કેસ નોંધવામાં આવ્યો છે. તેમનો ગુમ થયેલ મોબાઈલ ફોનની શોધી થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાંથી પણ ઘણા કેસો નોંધાયા છે. મંગળવારે મુરાદાબાદમાં બાળકોને ઉઠાવી લેવાની શંકાનાં આધારે ઠાકુરદ્વારા શહેરમાં 2 લોકોને સ્થાનિક લોકોએ ઢોર માર માર્યો હતો. પોલીસ અધિક્ષક વિશાલ યાદવે કહ્યું કે, ‘4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વીડિયોનાં આધારે લોકોને ઓળખવામાં આવી રહ્યા છે. જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.