Not Set/ ઓવૈસીએ કહ્યું – આજનો ગોડસે તો ગાંધીજીનાં ભારતને જ સમાપ્ત કરી રહ્યો છે

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલીને સંબોધન કરતી વખતે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે નાથુરામ ગોડસેએ ગાંધીને ગોળી મારી હતી, પરંતુ હાલનાં ગોડસે ગાંધીનાં હિન્દુસ્તાનને નષ્ટ કરી રહ્યા છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પ્રસંગે અસદુદ્દીન ઓવૈસી કહે છે કે હાલના ગોડસે ગાંધીજીના ભારતને અંત ભણી લઈ જઇ રહ્યા છે. તેમણે કહ્યું છે કે જે લોકો મહાત્મા […]

Top Stories India
ઓવેસી ઓવૈસીએ કહ્યું - આજનો ગોડસે તો ગાંધીજીનાં ભારતને જ સમાપ્ત કરી રહ્યો છે

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલીને સંબોધન કરતી વખતે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે નાથુરામ ગોડસેએ ગાંધીને ગોળી મારી હતી, પરંતુ હાલનાં ગોડસે ગાંધીનાં હિન્દુસ્તાનને નષ્ટ કરી રહ્યા છે.

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પ્રસંગે અસદુદ્દીન ઓવૈસી કહે છે કે હાલના ગોડસે ગાંધીજીના ભારતને અંત ભણી લઈ જઇ રહ્યા છે. તેમણે કહ્યું છે કે જે લોકો મહાત્મા ગાંધીમાં માને છે તેઓએ આ દેશ બચાવવો જોઈએ.

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક રેલી યોજી હતી. મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીને ઠાર માર્યો હતો, પરંતુ હાલના ગોડસે ગાંધીના ભારતનો નાશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો ગાંધીમાં વિશ્વાસ રાખે છે તેઓએ આ દેશ બચાવવો જોઈએ.

આ જ સમયે, અસદુદ્દીન ઓવૈસીની આ મીટિંગમાં ભારે હોબાળો થયો હતો. પાર્ટીના કાર્યકરો જાવેશ કુરેશીને ટિકિટ ન અપાય તેના પર નારાજ હતા. જાવેદ કુરેશી ઔરંગાબાદ સેન્ટ્રલથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી.

એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી બુધવારે ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે પક્ષના સમર્થકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તેમના હાથમાં જાવેદ કુરેશીના પોસ્ટરો હતા. લગભગ અડધો કલાકના હંગમા બાદ કાર્યકરો બેરિકેડ તોડીને સ્ટેજ નજીક આવી ગયા હતા. જો કે, બાદમાં  નારાજ કાર્યકર્તાઓને સમજાવ્યા હતા.

આ પણ વાંચો બાપુની ધરતી પરથી PM મોદીની મોટી ઘોષણા – “ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત”

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.